વિવિધ વિભાગ
News of Monday, 21st June 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૦૮

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

વર્ચસ્‍વ

‘‘વચર્સ્‍વનો વિચાર હીનભાવનાથી ઉત્‍પન્‍ન થાય છે. લોકો શાસન કરે છે કારણ કે તેઓ ડરે છે. કારણ કે તેઓ પોતાના માટે ચોક્કસ નથી.''

પૂર્વની એક પ્રખ્‍યાત વાર્તા છે.....અંધ વ્‍યકિત એક વૃક્ષ નીચે બેઠો છે. એક રાજા આવે છે અને અંધ વ્‍યકિતના ચરણ સ્‍પર્શ કરે છે અને કહે છે, ‘‘સાહેબ, રાજધાની તરફ-જવાનો રસ્‍તો કયો છે?'' પછી રાજાનો પ્રધાન મંત્રી આવે છે અને અંધ વ્‍યકિતના ચરણ સ્‍પર્શ કર્યા વગર કહે છે, ‘‘શ્રીમાન રાજધાની તરફ જવાનો રસ્‍તો કયો છે ? પછી દરવાન ગુસ્‍સે થઇને અંધ વ્‍યકિતને માથામા મારે છે અને કહે છે,'' ‘‘મૂર્ખ, રાજધાની તરફ જવાનો રસ્‍તો કયો છે. ?'' રાજા અને તેના માણસો રસ્‍તો ભૂલી ગયા હતા. જયારે તે બધા જતા રહ્યા અંધ વ્‍યકિત હસવા લાગ્‍યો કોઇ બીજી વ્‍યકિત તેની બાજુમાં બેઠી હતી તેણે પુછયું ‘‘શા માટે તમે હસો છો?''

અંધ વ્‍યકિતએ કહ્યું, ‘‘જુઓ, પહેલો વ્‍યકિત ચોક્કસ રાજા હોવો જોઇએ, બીજો વ્‍યકિત ચોક્કસ પ્રધાનમંત્રી હોવો જોઇએ અને ત્રીજી વ્‍યકિત દરવાન હોવો જોઇએ.''

તે વ્‍યકિત આર્યચકીત થઇ ગયો તેણે પુછયુ, ‘‘તમને કઇ રીતે ખબર પડી ? તમે તો અંધ છો'' અંધ વ્‍યકિતએ કહ્યું, ‘‘ફકત તેમના વર્તનથી...રાજા તેના મહાનતા માટે એટલો-ચોકકસ હતો જેથી તે મારા ચરણ સ્‍પર્શ કરી શકયો દરવાનમા- એટલી હીનભાવના હતી કે તેણે મને મારવુ જ પડયું તે ચોક્કસ ગરીબ પરીસ્‍થિતીમાં હશે.'' વર્ચસ્‍વ જમાવવાની કોઇ જરૂર જ નથી

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(12:24 pm IST)