Gujarati News

Gujarati News

  • રાજકોટ એસ.ટી. ડીવીઝનની આવકમાં વધારો : વરસાદે વિરામ લેતા તમામ બસો રાબેતા મુજબ દોડવા માંડી : વરસાદે વીરામ લેતા રાજકોટ એસ. ટી. ડીવીઝનની આવકમાં ઉતરોતર વધારો થવા માંડયો છેઃ અમદાવાદ-સુરત-વડોદરા અન્ય લાંબા અંતરની બસો-રૂટો પુનઃ શરૃઃ કોરોના સંદર્ભે નિયમો મુજબ ૩૧ મુસાફરો સાથે બસો હાઉસફુલઃ રાજકોટ ડેપોની આવક ૪ લાખ તો ડીવીઝનની રોજની આવક ર૦ લાખે પહોંચી access_time 2:55 pm IST

  • ચૂંટણીઓની સંભવિત તારીખ જાહેર : ગુજરાતમાં મહાનગરપાલીકાની રર નવેમ્બરે અને જિલ્લા પંચાયતની ચૂંટણી ર૯ નવેમ્બરના યોજાય તેવી સંભાવનાઃ બિનસત્તાવાર અહેવાલમાંથી જાણવા મળે છે access_time 3:47 pm IST

  • ચીને ભારતને ભૂલો સુધારવા કહ્યું! : ટાગોર અને યોગ ચીનમાં ખૂબ પ્રસિધ્ધ છે પણ તેની ચીનથી કોઈ જ ખતરો નથી : ભારતમાં ૧૧૮ ચાઈનીઝ એપ ઉપર બાન મૂકયા પછી ચીની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સુપ્રસિધ્ધ ભારતીય સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓ અને 'યોગ' ચીનમાં ખૂબ પ્રખ્યાત છે પરંતુ તેમને ચીન તરફથી કોઈ ખતરો નથીઃ પરંતુ ભારતે કરેલી કાર્યવાહી ચીની રોકાણકારો અને સર્વીસ પ્રોવાઈડરોના કાનૂની હિતોનું ઉલ્લંઘન કરે છેઃ ચીને ભારતને ભૂલો સુધારી લેવા પણ કહ્યું છે access_time 12:49 pm IST