Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર-૯-ર૦ર૦,બુધવાર
ભાદરવા સુદ-પૂનમ,
પૂનમ સવારે ૧૦-પર સુધી, ભાદરવી પૂનમ, અંબાજીનો મેળો, સંન્યાસીના ચાતુર્માસ પૂર્ણ, ભાગવત સપ્તાહ પૂર્ણ-મહાલય પ્રારંભ એકમનું શ્રાદ્ધ-પંચક-ઇષ્ટિ
સૂર્ય-સિંહ
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૧
સૂર્યાસ્ત-૭-૦૨
જૈન નવકારશી-૭-૪
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૧થી લાભ-અમૃત-૯-૩૯ સુધી, ૧૧-૧ર થી શુભ-૧ર-૪૬ સુધી, ૧પ-પ૪ થી ચલ-લાભ-૧૯-૦૧ સુધી, ર૦-ર૮થી શુભ-અમૃત-ચલ-ર૪-૪૬ સુધી
શુભ હોરા
૬-૩૧ થી ૮-૩૬ સુધી, ૯-૩૯થી ૧૦-૪૧ સુધી, ૧ર-૪૬ થી ૧પ-પ૪ સુધી ૧૭-પ૯ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે પૂનમ છે. આમ તો દરેક પૂનમનું મહત્વ હોય છે તેમાં ભાદરવી પૂનમનું ખૂબજ મહત્વ ખૂબ જ છે. ઘણા માતાજીના ઉપાસકો આજે માતાજીના દર્શન કરતા હોય છે. તો કોઇ પોતાના ઇષ્ટદેવના દર્શન કરવા જાય છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા ઘણા લોકો કરતા હોય છે. ઘરે પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને ભગવાનનું સ્મરણ કરવુ અને દાન પુન ચેરીટી થઇ શકે કોઇ જાપ તપની શરૂઆત આ દિવસે કરવાથી વિશેષ લાભ રહે છે. આ દિવસે ચંદ્રનું બળ વિશેષ હોય છે. નકારાત્મક વાંચનથી દૂર રહેવું અને શુભત્વ સાથે જીવનની શરૂઆત કરવી અને જેની ચંદ્રનું શુભત્વ પ્રાપ્ત થઇ શકે છે. આજે એકમનું શ્રાદ્ધ છે-દાન કરવું.