Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર-૧ર-ર૦ર૧ ગુરૂવાર
કારતક વદ-૧૩
પ્રદોષ -શિવરાત્રી
ભદ્રા-ર૦-ર૭ થી ૩૦-૪૪
સ્થિર યોગ ૧૬-ર૮ સુધી
સૂર્ય જયેષ્ઠા નક્ષત્રમાં
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-તુલા
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૧૧,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી- ૭-પ૯
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧પ થી અભિજિત ૧ર-પ૮ સુધી
૭-૧ર થી શુભ ૮-૩૩ સુધી
૧૧-૧પ થી ચલ-લાભ-અમૃત ૧પ-૧૯ સુધી, ૧૬-૪૦ થી શુભ-અમૃત-ચલ- ર૧-૧૯ સુધી
શુભ હોરા
૭-૧ર થી ૮-૦૬ સુધી,
૯-પ૪ થી ૧ર-૩૬ સુધી,
૧૩-૩૦ થી ૧૪-રપ સુધી
૧૬-૧૩ થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં આર્થિક બાબતો માટે અલગ અલગ સ્થાન જોવા જોઇએ ફકત કોઇ એક સ્થાન ઉંપરથી જાણકારી ન મળી શકે સામાન્ય રીતે જન્મકુંડલીમાં ચંદ્રને મહત્વ વધુ આપવુ જોઇએ તે પ્રમાણે જન્મલગન્ પણ વધુ મહત્વનું રહે છે. જન્મ લગન્નો માલીક એટલે તે સ્થાનમાં જો ગ્રહ પોતાની રાશિનો હોય તે આવી વ્યકિત જરૂરથી આર્થિક લાભો મેળવી શકે છે. જો તુલા લગન્ હોય અને તેમાં શુક્ર હોય તો બળવાન રાજયોગ બની શકે છે હવે ગ્રહો સારા હોવા છતાં પણ ઘણી વખત આર્થિક સ્થિતિ સારી નથી રહેતી તો તેનામાં જન્મ કુંડલી જોવાની રીત કંઇ છે. તે જોવુ અને ત્યાર પછી શું માર્ગદર્શન આપવુ ત નકકી કરવું નંગ કે દોરાધાગાના ચક્કરમાં ન પડવું.