Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૪-૯-ર૦ર૦,શુક્રવાર
ભાદરવા વદ-ર, પંચક, ત્રીજનું શ્રાધ્ધ , રાજયોગ સૂર્યોદયથી ર૩-ર૮ સુધી, બુધનો ઉદય,
સૂર્ય-સિંહ
ચંદ્ર-મીન
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩ર
સૂર્યાસ્ત-૭-૦
જૈન નવકારશી-૭-૪૯
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૧૪-૧૬ થી મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહુર્ત ૧ર-ર૧થી ૧૩-૧૧,
૬-૩ર થી ચલ-લાભ-અમૃત ૧૧-૧ર, ૧ર-૪૬થી શુભ-૧૪-૧૯ સુધી, ૧૭-ર૬થી ચલ-૧૮-પ૯ સુધી, ર૧-પ૩ થી લાભ-ર૩-૧૯ સુધી
શુભ હોરા
૬-૩રથી ૯-૩૯ સુધી, ૧૦-૪૧ થી ૧૧-૪૩ સુધી, ૧૩-૪૮થી ૧૬-પપ સુધી, ૧૭-પ૭થી ૧૮-પ૯ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ ખૂબજ કંજુસ હોય છે કયારેક ગજ કેસરી યોગ ધરાવતી વ્યકિત પણ ખૂબજ લોભી પ્રકૃતિની હોય છે આવી વ્યકિતઓ ફકત પૈસા ભેગા કરવામાં જીવન પૂર્ણ કરે છે. બેંક બેલેન્સ જોઇને ખૂબજ રાજી થાય છે પણ જીવનમાં ભોગવટો મતલબ કે તેની પાસેના પૈસા ભોગવવાનું તેના નસીબમાં નથી હોતું પોતાની જાતને આવી વ્યકિત ખૂબજ બાહોસ માને છે. આવી વ્યકિતઓની આવક પણ સારી હોય છે, પણ અતિ કંજુસ હોય છે અને જો ધન સ્થાનમાં શુક્ર હોય તો વ્યકિત ખૂબજ ઉદાર હોય છે. કયારેક કંજુસ સ્વભાવને લઇને પોતાનું લગન જીવન પણ બગાડે છે અથવા લગન નથી થતાં.