Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૪-૧૧-ર૦ર૦ બુધવાર
નિજ આસો વદ-૪
સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદાય-ર૦-૪પ, કરક ચતુર્થી, કડવા -ચોથ
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૪
સૂર્યાસ્ત-૬-૦૭
જૈન નવકારશી-૭-૪ર
ચંદ્ર રાશિ- વૃષભ-(બ.વ.ઉ.)
૧પ-૪૪ થી મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૪ થી લાભ-અમૃત-૯-૪ર સુધી, ૧૧-૦૬થી શુભ-૧ર-૩૦ સુધી, ૧પ-૧૮થી ચલ-લાભ-૧૮-૦૭ સુધી, ૧૦-૪૩ થી શુભ-અમૃત-ચલ-ર૪-૩૧ સુધી,
શુભ હોરા
૬-પ૪ થી ૮-૪૬ સુધી, ૯-૪ર થી ૧૦-૩૮ સુધી, ૧ર-૩૦થી ૧પ-૧૮ સુધી, ૧૬-૧પ થી ૧૭-૧૧ સુધી
દિવસ અશુભ
બ્રહ્માંડના સિતારા
આજે કડવા ચોથ છે આજના દિવસે પત્નીઓ પતિના આયુષ્ય માટે વ્રત કરે છે અને ઇશ્વરને પ્રાર્થના કરે છે. રાત્રે ચાંદના દર્શન કરે છે અને પોતાના પતિના હાથે પારણા કરે છે. આ વસ્તુ હસબન્ડ અને વાઇફનો પ્રેમ બતાવે છે. જન્મ લગ્નમાં જો સાતમા સ્થાનમાં ચંદ્ર હોય અને તેના ઉપર ગુરૂની દૃષ્ટિ હોય તો લગ્નજીવન સારૂ રહે છે અને પત્ની ખૂબજ સમજદાર હોઇ શકે છે સાથે સાથે પોતાના ઘરની આવક પ્રમાણે રહેવાથી ઘરમાં સુખશાંતિ રહે છે. કોઇની દેખાદેખી ન કરવી. કોઇ ગેરસમજો કે બંનેમાંથી એકની ભૂલ હોય તો શાંતિથી બંને વ્યકિતએ તે બાબતને સમજવી અને કદાપી બંને વચ્ચે અણબનાવ છે તેવું સમાજમાં કોઇને ન કહેવું. પોતાના સંતાનોને પણ આ બાબતથી દૂર રાખવા રોજ ઁ નમઃ શિવાાયના જાપ કરવા-બધુ સારૂ થઇ થાય છે.