Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. પ -ઓગસ્ટ-ર૧ ગુરૂવાર
અષાઢ વદ-૧ર
પ્રદોષ
સ્થિર યોગ ૧૭-૧૦ થી ૩૦-ર૧
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મિથુન
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-ર૧,
સૂર્યાસ્ત-૭-ર૪
જૈન નવકારશી- ૭-૦૯
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ અભિજીત-૧૩-૧૯ સુધી
૬-રર થી શુભ ૭-પ૯ સુધી
૧૧-૧પ થી ચલ-લાભ-અમૃત
૧૬-૮ સુધી, ૧૭-૪૬ થી
શુભ-અમૃત-ચલ રર-૦૮ સુધી
શુભ હોરા
૬-રર થી ૭-ર૭ સુધી, ૯-૩૭ થી ૧ર-પ૩ સુધી, ૧૩-પ૮ થી ૧પ-૦૩ સુધી, ૧૭-૧૩ થી ર૦-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
ટી. વી. સ્ટાર બનવા માટે ગુરૂ ચંદ્રનો ગજ કેસરી યોગ સફળતા અપાવે છે. અહીં શુક્ર અને ગુરૂનું કનેકશન પણ લાઇફ લાઇનમાં આગળ વધવામાં મદદ કર્તા બને છે અહીં આ લાઇનમાં સફળતા મેળવવા પોતાના અંગત વિચારોમાં જબરજસ્ત બદલાવ કેળવવો પડે છે. અહીં કયારેક કોઇ ન ગમતુ કાર્ય પણ કરવુ પડે તેવી માનસીકતા કેળવવી જરૂર રહે છે. શુક્ર - મંગળનો યોગ બનતો હોય જો તે યોગ જન્મના ચંદ્રથી કેન્દ્રમાં હોય તો આવી વ્યકિતનું વ્યકિતત્વ આકર્ષક હોય છે. યાદ શકિત પણ ખુબ જ સારી હોય છે. અને ભૌતિક સુખનો લગાવ પણ સારો હોય છે. પ્રસિધ્ધિ મેળવવા આવી વ્યકિતઓ ગમે તે કામ કરવા તૈયાર થાય છે. અને સફળતા મેળવે છે. જીવનમાં ખૂબ જ એડજેસ્ટ મેન્ટ કરતા હોય છે.