Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ૫-૧૨-ર૦રર સોમવાર
માગસર સુદ-૧૩
સોમ પ્રદોષ
શુક્ર ધનમાં ૧૭-પ૮ થી
સૂર્યોદય ૭-૧૩ સૂર્યાસ્‍ત ૬-૦૧
જૈન નવકારશી ૮-૦૧
ચંદ્ર રાશિ મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
૭-૧પ થી ભરણી
રાહુ કાળ ૮-૩૪ થી ૯-પ૫ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૬ થી વિજય મુર્હુત ૧ર-પ૯ સુધી ૭-૧૪ થી અમૃત ૮-૩૪ સુધી
૯-પ૫ થી શુભ ૧૧-૧૬ સુધી,
૧૩-પ૮ થી ચલ-લાભ-અમૃત-ચલ ૧૯-૪૦ સુધી રર-પ૯ થી
લાભ-ર૪-૩૮ સુધી
શુભ હોરા
૭-૧૪ થી ૮-૦૭ સુધી ૯-૦૧ થી
૯-પ૫ સુધી ૧૧-૪૩ થી ૧૪-ર૫ સુધી ૧પ-૧૯ થી ૧૬-૧૩ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં લગ્નેશનું ખૂબ જ મહત્‍વ રહે છે જો લગ્નેશ બળવાન મતલબ કે કેન્‍દ્ર સ્‍થાનમાં બીરાજમાન હોય અથવા તો કેન્‍દ્ર ત્રિકોણમાં હોય આવી વ્‍યકિતનો આત્‍મ વિશ્વાસ ખૂબ જ સારો હોય શકે બુધ્‍ધિ પ્રતિમા સતેજ હોય જો કાલસર્પ યોગ હોય મતલબ કે બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્‍ચે હોય તો વ્‍યકિત ખૂબ જ મહેનતુ અને ટેલેન્‍ટવાળા હોય છે અને બીજાને મદદરૂપ થવાની કોશીષ કરે છે. રોજીંદા કાર્યને સારી રીતે નીભાવે છે. જો જન્‍મના ગુરૂની દૃષ્‍ટિ પાંચમાં સ્‍થાન ઉપર હોય તો આર્થિક રીતે નસીબદાર હોય છે. જન્‍મના ચંદ્ર અને મંગળ એક જ રાશિમાં હોય તો લક્ષ્મીયોગ બને છે. સામાજિક પ્રતિષ્‍ઠા સારી હોય છે.