Gujarati News

Gujarati News

સોમવારનું પંચાગ
તા. ૬-૨-ર૦ર૩ સોમવાર
મહાવદ-૧
ગુરૂ પ્રતિપદા
ગણગાપુર યાત્રા
માધ નવરાત્રી પૂર્ણ
સૂર્યોદય ૭-૨૫ સૂર્યાસ્‍ત ૬-૩૭
જૈન નવકારશી ૮-૧૩
ચંદ્ર રાશિ કર્ક (ઙ હ.)
૧પ-૦૩ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્‍લેષા
રાહુ કાળ ૮-૪૯ થી ૧૦-૧૩ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૯ થી ૧૩-૨૩ સુધી ૭-૨૫ થી અમૃત ૮-૪૯ સુધી
૧૦-૧૩ થી શુભ ૧૧-૩૭ સુધી,
૧૪-૨૫ થી ચલ-લાભ-અમૃત-ચલ ૨૦-૧૩ સુધી ર૩-૨૫ થી
લાભ-ર૫-૦૧ સુધી
શુભ હોરા
૭-૨૫ થી ૮-૨૧ સુધી ૯-૧૭ થી
૧૦-૧૩ સુધી ૧ર-૦૫ થી ૧૪-૫૩ સુધી ૧૫-૪૯ થી ૧૬-૪૫ સુધી
બ્રહ્માંડના સીતારા
જીવનમાં સફળતા મેળવવા માટે ખુબ જ સરળ રસ્‍તો છે. અને એ છે. તમારે કોઇ એક ધ્‍યેય નકકી કરવાનું છે અને તેની સાથે ઇમાનદારી પૂર્વકની મહેનત કરવાની છે. જો કે અહીં તમારા જન્‍મના ગ્રહોની પણ વૃષભ હશે તો તમો કરોડોમાં આળોટવાના છો. કંઇ લાઇનમાં વિશેષ સફળતા છે તે બાબતને ધ્‍યાનમાં લેજો ઘણા લોકોની કુંડલીમાં નોકરીથી લાભ રહે તેવા યોગ પણ બને છે તો કોઇને પોતાના ધંધાથી લાભ મળે છે. ખુબ જ નાના પાયે શરૂ કરે તો કારોબાર કરોડોના ટર્ન ઓવર કે તેથી વધુ પહોંચે છે. અહીં જન્‍મની મહાદશા જો ધનેશની હોય તો ખુબ જ સારી સફળતા મળી શકે છે. લોકોને મદદરૂપ પણ થવું.