Gujarati News

Gujarati News

રવિવારનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૭-૧૧-ર૦ર૧ રવિવાર
કારતક સુદ-૩
વિંછૂડો ર૧-૦પ સુધી
ભદ્રા ર૬-૪૮ થી
સિધ્‍ધિયોગ ર૧-૦પ સુધી સૂર્યોદય
રવિયોગ ર૧-૦પ થી શરૂ
સૂર્યોદય-૬-પપ,
સૂર્યાસ્‍ત- ૬-૦પ,
જૈન નવકારશી- ૭-૪૩
ચંદ્ર રાશિ-વૃヘકિ (ન.ય.)
ર૧-૦પ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્‍ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજિત ૧ર-૦૮ થી ૧ર-પ૩ સુધી
૮-૧૯ થી ચલ-લાભ-અમૃત ૧ર-૩૦ સુધી ૧૩-પ૪ થી શુભ-૧પ-૧૮ સુધી
૧૮-૦પ થી શુભ-અમૃત-ચલ
રર-પ૪ સુધી
શુભ હોરા
૭-પ૧ થી ૧૦-૩૯ સુધી, ૧૧-૩પ થી ૧ર-૩૦ સુધી, ૧૪-રર થી ૧૭-૦૯ સુધી, ૧૮-૦પ થી ૧૯-૧૦ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મકુંડલીમાં જન્‍મ લગ્નમાં જે રાશિનું લગ્ન હોય તે રાશિનો માલીક જો તેજ રાશિમાં હોય તો આવી વ્‍યકિતનો આત્‍મ વિશ્વાસ ખુબ જ સારો હોય છે. અહી જો લગ્નેશની સાથે કેન્‍દ્ર સ્‍થાન સાતમાં સ્‍થાનનો માલીક લગ્નેશની દૃષ્‍ટિમાં હોય તો લવ મેરેજના યોગ બને છે. અને લગ્ન જીવન સારૂ રહે છે. જો સાતમા સ્‍થાનનો માલીક જન્‍મ લગ્નથી દશમાં સ્‍થાનમાં હોય તો આવી વ્‍યકિતના લગ્ન પછી ભાગ્‍યોદય થાય છે. અહીં જન્‍મના બીજા ગ્રહોને પણ ધ્‍યાનમાં લેવા જોઇએ અહીં લક્ષ્મીયોગ કેવો બને છે તે પણ જોવુ જોઇએ ભાગ્‍ય સ્‍થાન બળવાન હોય તો ઉ.વ.૩ર પછી ભાગ્‍યોદય થાય છે. અને જીવનમાં સારી સફળતા મેળવે છે.