Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૮-૯-ર૦ર૦,મંગળવાર
ભાદરવા વદ-૬, છઠ્ઠનું શ્રાધ્ધ, કૃતિકા શ્રાધ્ધ, રવિયોગ-૮-ર૭થી
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૩
સૂર્યાસ્ત-૬-પ૬
જૈન નવકારશી-૭-૫૧
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
૧પ-૧૦થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી-૮-ર૭થી કૃતિકા
ર૯-ર૪થી ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૯થી ૧૩-૦૯ સુધી, ૮-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૪-૧૭ સુધી, ૧પ-પ૦ થી શુભ-૧૭-ર૩ સુધી, ર૦-ર૩ થી લાભ-ર૧-પ૦ સુધી, ર૩-૧૭થી શુભ-અમૃત-ચલ-ર૭-૩૯ સુધી
શુભ હોરા
૮-૩૭થી ૧૧-૪ર સુધી, ૧ર-૪૪થી ૧૩-૪૬ સુધી, ૧પ-પ૦થી ૧૮-પ૬ સુધી, ૧૯-પ૪થી ર૦-પર સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં કયારેક એક દિવસ કે એક કલાક કે એક મીનીટ ખૂબજ સારા હોય છે તો કયારે સમયમાં કોઇ તકલીફો થઇ હોય અથવા કોઇ ખોટા નિર્ણયો અથવા કુદરતી આફત આવી ગઇ હોય તો તે તકલીફોમાંથી બહાર નીકળતા વર્ષો લાગી જાય. જયારે ચંદ્ર કે સૂર્ય જન્મના ગ્રહોમાં રાહુનું કનેકશન મુશ્કેલીઓ ઉભી કરે છે. હવે એવું ન માનતા કે દરેક વ્યકિતને આવી તકલીફો થાય છે પણ ઓછા વત્તા અંશે નુકશાન તો કરે છે જેથી કોઇની શુભેચ્છા આશિર્વાદ -આવી તકલીફોથી બચાવી શકે છે. દાન-પુન-અન્નદાન કરવું જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી પક્ષીને રોજ ચણ નાખવું ઇશ્વરના આશિર્વાદ મેળવવા -રોજ સૂર્ય નમસ્કાર કરવા.