Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૧૦-૨-ર૦ર૩,શુક્રવાર
મહાવદ-૪
કુમાર યોગ ૭-પ૯ થી ર૪-૧૮
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કન્‍યા
મંગળ-વૃષભ
બુધ-મકર
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-કુંભ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૩
સૂર્યાસ્‍ત-૬-૩૯
જૈન નવકારશી-૮-૧૧
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-હસ્‍ત
રાહુ કાળ ૧૧-૩૭ થી ૧૩-૦૧
ઉદિત લગ્ન
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૯થી ૧૩-ર૪સુધી
૭-ર૩ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩૭ સુધી, ૧૩-૦૧ થી
શુભ-૧૪-૨૬ સુધી,
૧૭-૧૫ થી ચલ ૧૮-૪૦ સુધી
ર૧-૫૦ થી લાભ ર૩-૨૬ સુધી
શુભ હોરા
૭-૨૩ થી ૧૦-૧૨ સુધી,
૧૧-૦૮ થી ૧ર-૦૫ સુધી,
૧૩-૫૮ થી ૧૬-૪૭ સુધી
૧૭-૪૩ થી ૧૮-૪૦ સુધી,
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબત મેળાપકમાં ખાસ સમજદારી પૂર્વક નિર્ણયો લેવા હસબન્‍ડ અને વાઇફ બને ના વિચારો ન મળતા હોય તો લગ્ન જીવન તનાવ વાળુ રહે છે. જો બે માંથી એક વ્‍યકિતના વિચારો ખુબ જ મહત્‍વકાંક્ષાવાળા હોય તો જીવનમાં ખુબ જ તકલીફો રહે છે. જન્‍મના ચંદ્રની સ્‍થિતિ ખાસ જોવી જોઇએ અહીં જન્‍મના સૂર્યની સાથે ગુરૂની સ્‍થિતી ખુબ જ લાભ દાયક રહે છે. ગુરૂ લગ્નમાં બીરાજમાન હોય તો સારૂ ફળ આપે છે. તેવી જ રીતે જન્‍મના ગ્રહોમાં ગુરૂ આઠમા સ્‍થાનમાં પણ ખુબ જ સારૂ ફળ આપે છે. મકર રાશિમાં જો ગુરૂ બીરાજમાન હોય તો પણ લાભદાયક ફળ આપે છે. રોજ સૂર્યદેવને પગે લાગવુ. ગાયત્રી મંત્રના જાપ રોજ સવારે કરવા.