Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૧-૯-ર૦ર૦,શુક્રવાર
ભાદરવા વદ-૯
નોમનું શ્રાધ્ધ,
વ્યતિપાત ૧૮-ર૪ થી
સૂર્ય-સિંહ
ચંદ્ર-મિથુન
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૩
સૂર્યાસ્ત-૬-પ૩
જૈન નવકારશી-૭-ર૧
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૯ થી ૧૩-૦૮ સુધી,
૬-૩૪ થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૧ સુધી, ૧ર-૪૩ થી શુભ-૧૪-૧૬ સુધી, ૧૭-ર૦થી ચલ-૧૮-પ૩ સુધી, ર૧-૪૮થી લાભ-ર૩-૧૬ સુધી
શુભ હોરા
૬-૩૪થી ૯-૩૮ સુધી, ૧૦-૪૦થી ૧૧-૪ર સુધી, ૧૩-૪પ થી ૧૬-પ૦ સુધી, ૧૭-પ૧ થી ૧૮-પ૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
વધુ પડતી મહત્વકાંક્ષાઓ જીવનમાં કયારેક મુશ્કેલીઓ ઉભી કરે છે. લગ્ન સ્થાન બીજુ સ્થાન અને ત્રીજા સ્થાનનો માલીક જો એકજ સ્થાનમાં હોય તો આવી વ્યકિતઓ વધી પડતી સ્વાર્થી અને મહત્વકાંક્ષા વાળી હોય છે. પરિવારના ધંધામાંથી જે આવક થતી હોય અને પરિવારનો ધંધો હોય તેમાં પોતાનું વર્ચસ્વ રહે તેવું સતત વિચારતા હોય છે અને પરિવારની મીલકત ઉપર પોતે સંપૂર્ણ કબજો કરી લ્યે છે. જો આ બધા ગ્રહો ઉપર ગુરૂની દૃષ્ટિ હોય તો પરિવારના સભ્યોને મદદ કરે છે પણ ભાઇઓના કે તેમના પિતાશ્રીના હકકના પૈસા કે ભાગમાં આવતી રકમ પછી આપશું તેવું કહેતા રહે છે જેને લઇને પરિવારના સભ્યો સાથે તનાવ પણ રહે છે.