Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૧-૧૧-ર૦ર૦ બુધવાર
નિજ આસો વદ-૧૧
રમા એકાદશી (પાકા કેળા), વૈદ્યુતિ ૧૯-ર૭ સુધી,
સૂર્ય-તુલા
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૮
સૂર્યાસ્ત-૬-૦૪
જૈન નવકારશી-૭-૪૬
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
૧૧-પ૮થી કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૮થી લાભ-અમૃત-૯-૪૪ સુધી, ૧૧-૦૮થી શુભ-૧ર-૩૧ સુધી, ૧પ-૧૭ થી ચલ-લાભ-૧૮-૦૪ સુધી, ૧૯-૪૦થી શુભ-અમૃત-ચલ-ર૪-૩૧ સુધી
શુભ હોરા
૬-પ૮થી ૮-૪૯ સુધી,
૯-૪૪ થી ૧૦-૪૦ સુધી,
૧ર-૩૧ થી ૧પ-૧૭ સુધી,
૧૬-૧૩ થી ૧૭-૦૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે એકાદશીનો પ્રવિત્ર દિવસ છે. આજના દિવસે કરેલ વ્રત ઉપવાસ અને દાનનું ખૂબજ મહત્વ છે. આજના દિવસે કરેલુ શુભ કાર્ય હજારગણુ લાભ આપે છે. દરેક વસ્તુમાં શ્રદ્ધ રાખવી જરૂરી છે.
ઘણા લોકો નોકરી બદલાવવાની ઇચ્છા રાખતા હોય છે. જન્મકુંડલીમાં નોકરી ધંધાનું સ્થાન શું કહે છે તેના ઉપરથી માર્ગ દર્શન આપવાથી ચોક્કસ સારૂ માર્ગ દર્શન મલે છે. કયારેક એવું બને કે મેં કોઇને ના પાડેલ હોય કે હાલ નોકરી ન બદલતા પછી ભલે નવી નોકરી ચાલીસ હજારની હોય અને જુની નોકરી ત્રીશ હજારની હોય અને પછી જેઓ લાલચમાં આવીને નોકરી બદલાવે છે અને પછી પાછળથી ખૂબજ પસ્તાય છે કે આ નવી નોકરી કર્તા જુની નોકરી સારી હતી રોજ સૂર્ય નમસ્કાર કરવા.