Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૩-૯-ર૦ર૦,રવિવાર
ભાદરવા વદ-૧૧ અગિયારસનું શ્રાધ્ધ, ઇન્દિરા એકાદશી
(ગોળ ઘી) સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં-વાહન મોર
સૂર્ય-સિંહ
ચંદ્ર-મિથુન
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૪
સૂર્યાસ્ત-૬-પ૧
જૈન નવકારશી-૭-રર,
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ઘ.)
૧૦-૩૬થી કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૮થી અભિજીત-૧૩-૦૭ સુધી
૮-૦૬ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪ર સુધી, ૧૪-૧પ થી શુભ-૧પ-૪૭ સુધી, ૧૮-પ૧ થી શુભ-અમૃત-ચલ-ર૩-૧પ સુધી,
શુભ હોરા
૭-૩૬ થી ૧૦-૪૦ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૪ર સુધી, ૧૪-૪પ થી ૧૭-૪૯ સુધી, ૧૮-પ૧થી ૧૯-૪૯ સુધી
બ્રહ્માંડના સિતારા
કેવી વ્યકિતઓ સાથે સગાઇ લગ્ન કરવામાં સાવધાની રાખવી. અમુક ગ્રહોની સ્થિતિ ઉપરથી વ્યકિતના વિચારો અને તેની ચાલ ચલત કેવી હોઇ શકે તે જાણીને પછી જ નિર્ણયો લેવા. અમુક વ્યકિતઓને લગ્ન કરવા કરતા ફકત રોમાન્સ કરવામાં વધારે રસ હોય છે અથવા એક કર્તા વધુ વ્યકિતઓ સાથે રોમાન્સ કરવાની કુટેવ હોય છે. જેને લઇને જો લગ્ન કરેલ હોય તો પણ લગ્નજીવન ભંગ થાય છે. લગ્નેશ અને ધનેશ જો ભાગ્યમાં હોય તો આવી વ્યકિત પોતાના પિતાના પૈસા ઉપર મદાર રાખે છે. અહીં સપ્તમેષ અને શુક્રને ધ્યાનમાં લેવાતા છે. કયારેક આવી વ્યકિત પોતાનાથી પંદર વીશ વર્ષ મોટી ઉંમરની વ્યકિત સાથે પણ અફેટ કરે છે દેખાવે ખૂબજ સોમ્ય હોય છે.