Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૩-૯-ર૦ર૧ સોમવાર
શ્રાવણ સુદ-૭
ગોરી પૂજન ૮-ર૪ પછી
મહાલક્ષ્મી વ્રત આરંભ
વિંછુડો
ભદ્રા ૧પ-૧૧ થી ર૬-૧૦
સૂર્યોદય ૬-૩૪ થી સૂર્યાસ્ત ૬-પ૧
જૈન નવકારશી ૭-રર
ચંદ્ર રાશિ વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર - અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૮થી ૧૩-૦૭ સુધી
૬-૩૪ થી અમૃત ૮-૦૬ સુધી
૯-૩૮ થી શુભ ૧૧-૧૦ સુધી
૧૪-૧પ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૧૯ સુધી
શુભ હોરા
૬-૩૪ થી ૭-૩૬ સુધી ૮-૩૭ થી
૯-૩૮ સુધી ૧૧-૪૧ થી ૧૪-૪પ સુધી ૧પ-૪૭ થી ૧૬-૪૮ સુધી
બ્રહ્માંડના સીતારા
ફળાદેશમાં ઘણા લોકો ફકત બાર રાશિના નામ યાદ રાખીને ફકત શોખ ખાતર ફળાદેશ કરતા હોય છે. અહીં માટે વાંચકોને વારંવાર કહેવુ પડે છે કે ફકત રાશિ ઉપરથી ફળાદેશ જાળવાને બદલે બધા જ ગ્રહોના નવમાંશ અને નક્ષત્ર જાણવા જોઇએ આને માટે ગણિત સારૂ હોવુ જોઇએ. સુક્ષ્મ ગણિત કરીને પછી ગણતરી પૂર્વક અને સીકસ સેન્સ પણ ધ્યાનમાં લેવી જોઇએ મતલબ કે કુદરતી પ્રેરણા પણ ફળાદેશ માટે ખુબ જ જરૂરી છે અહીં દરેક વ્યકિતને અલગ અલગ મહાદશા લાગુ પડતી હોય છે. યોગ કારક ગ્રહો કયા છે. તેનું ધ્યાન રાખવું સામાન્ય રીતે લગ્નેશની મહાદશા લાભદાયક રહેતી હોય છે. તો પ્રશ્ન એ આવે છે. કે લગ્ન કંઇ રાશિનું છે. લગ્નેશ જો લગ્નમાં જ હોય તો જન્મ કુંડલી સારી કહી શકાય જીવનમાં ચમત્કાર તમારે જ કરવાનો છે. પુરૂષાર્થ કરવો જરૂરી છે.