Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧પ જુલાઇ ગુરૂવાર
અષાઢ સુદ -પ,
દ્વારકાધિશ પાટોત્સવ
શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠ ગમન-
રવિયોગ ર૭-ર૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-સિંહ
મંગળ-કર્ક
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૩,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી- ૭-૦૧
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી અભિજીત-૧૩-૧૯ સુધી ૬-૧૩ થી શુભ ૭-પ૩ સુધી
૧૧-૧૩ થી ચલ-લાભ-અમૃત
૧૬-૧૩ સુધી, ૧૭-પ૩ થી શુભ-અમૃત-ચલ ૧૬-૧૩ સુધી, ૧૭-પ૩ થી -શુભ-અમૃત-ચલ રર-૧૩ સુધી
શુભ હોરા
૬-૧૩ થી ૭-ર૦ સુધી, ૯-૩૩ થી ૧ર-પ૩ સુધી, ૧૩-પ૯ થી ૧પ-૦૬ સુધી, ૧૭-૧૯ થી ર૦-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
શનિ - મંગળનો કેન્દ્ર યોગ હોય તો આવી વ્યકિતમાં ટેલેન્ટ ખુબ જ હોય છે હવે ટેલેન્ટેડ વ્યકિત પોતાની બુધ્ધિનો કેવી રીતે ઉપયોગ કરે છે તે ખૂબ જ મહત્વની વાત છે. કયારેક વ્યકિત પોતાની ટેલેન્ટનો ખોટો ઉપયોગ કરે છે. કોઇને છેતરવામાં બાહોસ હોય છે અને પૈસા પણ બનાવે છે. પણ જયારે બારમા સ્થાનની અને દશમા સ્થાનના માલીકની મહાદશા શરૂ થાય છે. ત્યારે જીવનમાં તકલીફો શરૂ થાય છે. બેન્ક ફોડ બહાર આવે છે અને પછી કરોડોની ઉચાપતના પ્રશ્નો બહાર આવે છે. અથવા નાના-મોટા પ્રશ્નોને લઇને પછીનું જીવન બરબાદ થાય છે. ટૂંકમાં પોતાની અંદર રહેલી ટેલેન્ટનો સદ ઉપયોગ કરવો લોકોના કલ્યાણ માટે ઇશ્વરે ટેલેન્ટ આપી છે.