Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧પ-૧૦-ર૦ર૦,ગુરૂવાર
અધિક આસો વદ-૧૩,
ચૌદશનો ક્ષય છે, શિવરાત્રી, ભદ્રા-૮-૩૩થી ૧૮-૪૬,
સ્થિર યોગ ૧૭-પ૮ સુધી,
વૈદ્યુતિ પ્રારંભ -૩૦-૦૭
સૂર્ય-કન્યા
ચંદ્ર-કન્યા
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૪
સૂર્યાસ્ત-૬-ર૦
જૈન નવકારશી-૭-૩ર
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૯થી અભિજીત-૧ર-પ૬ સુધી
૬-૪૪ થી શુભ-૮-૧૧ સુધી, ૧૧-૦પ ચલ-લાભ-અમૃત-૧પ-ર૬ સુધી, ૧૬-પ૩ થી શુભ-અમૃત-ચલ-ર૧-ર૬ સુધી
શુભ હોરા
૬-૪૪ થી ૭-૪ર સુધી, ૯-૩૮થી ૧ર-૩ર સુધી, ૧૩-૩૦થી ૧૪-ર૮ સુધી, ૧૬-ર૪થી ૧૯-રર સુધી
બ્રહ્માંડના સિતારા
શુ ગ્રહોની અસર વ્યકિત ઉપર થઇ શકે છે ? આ પ્રશ્ન પૂછવાવાળી વ્યકિતનેહું અભિનંદન આપું છું અને લાખો વાંચકોને પણ આ બાબતનું નોલેજ મલશે. દરેક સજીવ કે નિર્જીવ વસ્તુમાંથી અદૃશ્ય કારણો નીકળતા હોય છે. કદાચ આ વાત નથી માનવી તો હવે બીજી વાત કરીએ દર પૂનમને દિવસે ચંદ્રની સ્થિતિ કેવી હોય છે. પૂનમને દિવસે દરિયામાં ભરતી આવે છે અને અમાસને દિવસે દરિયામાં ઓટ આવે છે. હજારો કિલોમીટર દૂર ચંદ્ર હોવા છતાં તેના અદૃશ્ય કારણો પાણીને પોતાની તરફ આકર્ષે છે. તેવી જ રીતે પૂનમ કે અમાસને દિવસે દરેક વ્યકિતના મગજમાં પણ તરંગો ઉભા થતાં હોય છે જે આપણે જોઇ શકીએ છીએ. સૂર્યના કારણોની અસર પણ અનુભવીએ છીએ.