Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ૧૬-પ-ર૦રર સોમવાર
વૈશાખ સુદ-પૂનમ
બુધ્‍ધ પૂર્ણિમા
વૈશાખ સ્‍નાન પૂર્ણ
વૈશાખી પૂનમ
વિંછૂડો ૭-પ૩ થી
ખગ્રાસ ચંદ્ર ગ્રહણ (નહી દેખાય)
સૂર્યોદય ૬-૦૮ સૂર્યાસ્‍ત ૭-૧૭
જૈન નવકારશી ૬-પ૬
ચંદ્ર રાશિ - તુલા (ર.ત.)
નક્ષત્ર-વિશાખા
રાહુકાળ ૭-૪૭ થી ૯-ર૬ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહુર્ત ૧ર-૧૭થી ૧૩-૧૦ સુધી, ૬-૦૮ થી અમૃત ૭-૪૭ સુધી
૯-ર૬ થી શુભ ૧૧-૦પ સુધી
૧૪-રરથી ચલ-લાભ-અમૃત-ચલ ર૦-૪૦ સુધી ર૩-રર થી
લાભ ર૪-૪૩ સુધી
શુભ હોરા
૬-૦૮ થી ૭-૧૪ સુધી ૮-ર૦ થી
૯-ર૬ સુધી ૧૧-૩૭ થી ૧૪-પપ સુધી ૧૬-૦૧ થી ૧૭-૦૭ સુધી
બ્રહ્માંડના સીતારા
આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે પણ તે હિન્‍દુસ્‍તાનમાં નહી દેખાય પણ તેની અસરો જરૂર થશે. જેમાં ખાસ કરીને વ્‍યકિતઓ ડીપ્રેશનમાં આવી શકે છે. ડીપ્રેશનમાંથી બચવા માટે ગાયત્રી મંત્રના જાપ મનમાં બોલવા અને સતત કોઇ સારા કાર્યમાં રહેવુ મોબાઇલમાં કોઇ જૂગારની ગેઇમ ડાઉન લોડ ન કરવી. જૂગાર વૃત્તિથી દુર રહેવું શકય હોય તો રાત્રે મોડામાં મોડા ૧૧ વાગે સૂઇ જવુ કોઇ નોકરી હોય તો વાત જૂદી છે. બજારમાં મંદી જોવા મળે. પૃથ્‍વીના પેટાળમાં પરિવર્તન રહે. મનની સ્‍થિતિ શાંત કરવા ધ્‍યાનમાં બેસવું અને કોઇને આપણી શકિત પ્રમાણે મદદ કરવી.