Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૮-ર૦ર૧ સોમવાર
પોષ સુદ-પ,પંચક , કુમાર યોગ-૦૭-ર૯થી ૦૬-૪૩,
રવિયોગ-૭-૪૩થી
સૂર્યોદય-૭-૩૦, સૂર્યાસ્‍ત-૬-૨૩
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૬થી અભિજીત ૧૩-૧૯ સુધી
૭-૩૦થી અમૃત--૮-પર સુધી,
૧૦-૧૪થી શુભ-૧૧-૩૬ સુધી,
ર૩-૧૯થી લાભ-ર૪-પ૭ સુધી
શુભ હોરા
૭-૩૦થી ૮-રપ સુધી, ૯-૧૯થી ૧૦-૧૪ સુધી, ૧ર-૦૩ થી ૧૪-૪૭ સુધી ૧પ-૪૧ થી ૧૬-૩૬ સુધી
બ્રહ્માંડના સિતારા
ફકત તમો ડીગ્રી પાછળ દોડશો તો શું ડીગ્રી જીવનમાં સફળતા અપાવી શકે છે જેનો જવાબ હા અને ના પણ હોય શકે તમારા જન્‍મના ગ્રહોમાં ગુરૂ બળવાન હશે તો જરૂરથી તમોને અભ્‍યાસમાં સફળતા મળી શકે છે. અથવા તમારી પાસે ડીગ્રી છે પણ ટેલેન્‍ટ કેટલી છે તે પણ ખૂબજ મહત્‍વનું છે. એકજ સરખી ડીગ્રી વાળા લોકોની આવક સરખી નથી હોતી પણ ડીગ્રી સાથે સાથે ટેલેન્‍ટ પણ જરૂરી છે. તમારી અંદર ટેલેન્‍ટ છે જ પણ તે ટેલેન્‍ટને બહાર કાઢવાની છે. આ માટે ગ્રહો ઉપરથી કાઉન્‍સેલીંગ કરવું. રોજ હનુમાનજીના દર્શન કરવા દર્શન કરતી વખતે શું વિચારો છો આ બધુ પણ ધ્‍યાનમાં લેવું જોઇએ. દાનપુન પણ ખૂબજ જરૂરી છે. લોભી પ્રકૃિત તે દૂર કરવી. સૂર્ય નમસ્‍કાર રોજ કરવા (ક્રમસ)