Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૭-૬-ર૦ર૧ ગુરૂવાર
જેઠ સુદ-૭
સ્થિર યોગ રર-૧૩ થી સૂર્યોદય
વ્યતિપાત ર૯-૦૧ થી
ભદ્રા- રર-૦૦
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-સિંહ
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- સિંહ (મ. ટ.)
ર૮-૦૬ થી કન્યા
(પ.ઠ. ણ.)
નક્ષત્ર- પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૧ થી ૧૩-૧પ અભિજીત
૬-૦૪ થી શુભ-૭-૪પ સુધી,
૧૧-૦૭થી ચલ-લાભ-અમૃત-
૧૬-૧૦ સુધી, ૧૭-પ૧ થી
શુભ-અમૃત-ચલ-રર-૧૦ સુધી,
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧ર સુધી ૯-ર૬ થી ૧ર-૪૮ સુધી, ૧૩-પપ થી ૧પ-૦ર સુધી, ૧૭-૧૭ થી ર૦-ર૪ સુધી
બ્રહ્માંડના સિતારા
લગ્ન જીવનની સફળતા માટે ફકત ગ્રહોને ધ્યાનમાં ન લેવા પણ તેની સાથે સાથે યુવકના પરિવારના સભ્યો તેના માતા-પિતા કેટલા સમજદાર છે તે પણ ખૂબ જ મહત્વનું રહેલ છે. જો યુવકના મા-બાપ-પોતાના દિકરાની વહુને પોતાની દિકરી જેટલો પ્રેમ આપે તો ચોકકસ ગ્રહો સુધરી જાય છે મતલબ કે કોઇ ગ્રહને લઇને કદાચ કોઇ પ્રશ્નો ઉભા થતા હોય તો તેનું નિરાકરણ થઇ જાય છે. પોતાના પુત્ર કરતા પણ પોતાના દિકરાની વહુને વધુ માન આપે તેને પુત્રવધુ કહેવાય છે અને પુત્રવધુએ પણ પોતાના પરિવારની સાથે સાસરામાં ભળી જવુ જોઇએ રોજ ઓમ નમઃ શિવાય જાપ કરવા અને રોજ પક્ષીને ચણ નાખવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહેશે.