Gujarati News

Gujarati News

બુધવાર નું પંચાંગ
તા.૧૮-૧૧-ર૦ર૦ બુધવાર
કારતક સુદ-૪
વિનાયક ચોથ, ભદ્રા-૧ર-૧૧થી ર૩-૧૭, રવિયોગ-૧૦-૪૯ સુધી, ચંદ્ર વચ્ચે દક્ષિણમાં,
સૂર્યોદય-૭-૦૧, સૂર્યાસ્ત-૬-૦૧, જૈન નવકારાશી-૭-૪૯,
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦ર થી લાભ-અમૃત-૯-૪૭ સુધી, ૧૧-૧૦થી શુભ-૧ર-૩ર સુધી, ૧પ-૧૭થી ચલ-લાભ-૧૮-૦ર સુધી, ૧૯-૩૯થી શુભ-અમૃત-ચલ-ર૪-૩૪ સુધી,
શુભ હોરા
૭-૦ર થી ૮-પર સુધી, ૯-૪૭થી ૧૦-૪ર સુધી, ૧ર-૩ર થી ૧પ-૧૭ સુધી, ૧૬-૧રથી ૧૭-૦૭ સુધી,
બ્રાહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ગુરૂ-ચંદ્ર એક રાશિમાં હોય તો આવી વ્યકિત નસીબદાર હોય છે, પણ જો સૂર્યની સ્થિતિ સારી ન હોય અને કયાંક શનિ-રાહુની વચ્ચે ચંદ્ર કે સૂર્ય અટવાઇ જતા હોય તો આવા લોકોને પોતાની પાસે પૈસા હોવા છતાં સંતોષ નથી રહેતો અને દર મહિને થતી આવકને ગણી ગણીને પછી રાજી થતાં હોય છે. આવા ઘણા લોકો તો એવું વિચારતા હોય છે કે દર મહિને બે પહેલી તારીખ હોય તો કેવું સારૂ અને પણ આવી વ્યકિત મનથી ખૂબ જ દુઃખી હોય છે. ફકત પૈસા સીવાય કોઇ વસ્તુ પ્રત્યે લગાવ નથી થઇ શકતો આવી વ્યકિતએ પોતાના ગ્રહો સુધારવા રોજ કોઇને મદદ કરવી અને અવિરત આવકમાં અમુક ભાગને દાનપુનમાં વાપરવાથી સુખાશાંતિ મલી શકે છે.