Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧૯-૫-ર૦રર ગુરૂવાર
વૈશાખ વદ-૪- ગણેશ પૂજન
સંકષ્‍ટ ચતુર્થી, ચંદ્રોદય ર૩-૦ર
પુનિત મહારાજ જયંતિ
ચતુર્થી વ્રત
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૭
સૂર્યાસ્‍ત-૭-૧૯
જૈન નવકારશી- ૬-પપ
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-પુર્વાષાઢ
રાહુ કાળઃ ૧૪-ર૩થી ૧૬-૦રસુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૭થી૧૩-૧૦ સુધી
૬-૦૭ થી શુભ ૭-૪૩ સુધી
૧૧-૦૪ ચલ લાભ અમૃત ૧૬-૦ર સુધી ૧૭-૪૧ થી શુભ-અમૃત-ચલ રર-૦ર સુધી
શુભ હોરા
૬-૦૭ થી ૭-૧૩ સુધી,
૯-રપ થી ૧ર-૪૩ સુધી,
૧૩-પ૦ થી ૧૪-પ૬ સુધી
૧૭-૦૮ થી ર૦-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
ભગવાન શ્રી ગણેશજીની શ્રધ્‍ધા પૂર્વક આરાધના કરવી જરૂરથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે. કોઇપણ ધર્મ પ્રત્‍યે શંકા ન જ રાખવી ધર્મ એટલે કોઇનું ખરાબ ન કરવુ ઇર્ષા ન કરવી કોઇને ગેર માર્ગે ન દોરવા આનુ નામ ધર્મ ધર્મ દેખાડવા માટે નથી હોતો પણ પોતે અંદરથી આચરવાનો હોય છે. શ્રધ્‍ધા પૂર્વક કરેલી પ્રાર્થના ઇશ્વર જરૂર સ્‍વીકારે છે તેમાં સારા વિચારો કરવા જન્‍મકુંડલીમાં જો શનિ અને ગુરૂ એક જ રાશિમાં હોય તો આવી વ્‍યકિતને ઇશ્વરની કૃપા હોય છે. તે ઉપરાત જો અમાસનો જન્‍મ હોય અથવા પૂનમનો જન્‍મ હોય તો આવી વ્‍યકિત ખુબ જ નસીબદાર હોય છે. જેથી કોઇ પૂનમ - અમાસનો વહેમ ન જ રાખવો. અમાસ કે પૂનમે જન્‍મતા કરોડપતિ અને સાથે સાત્‍વીક હોય છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.