Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૧-જુલાઇ-ર૦ર૧ બુધવાર
અષાઢ સુદ-૧ર
વિષ્ણુશયનોત્સવ
જયા પાર્વતી વ્રત - પ્રદોષ
વામન પૂજા
વિંછુડો ૧૮-ર૯ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-વૃષભ
મંગળ-સિંહ
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧પ,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી- ૭-૦૩
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
૧૮-ર૯ થી ધન (ભફધઢ)
નક્ષત્ર- જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧પ થી લાભ-અમૃત-૯-૩૪ સુધી, ૧૧-૧૪ થી શુભ-૧ર-પ૩ સુધી, ૧૬-૧ર થી ચલ-લાભ-૧૯-૩ર સુધી, ર૦-પર થી શુભ-અમૃત-ચલ
ર૪-પ૩ સુધી
શુભ હોરા
૬-૧પ થી ૮-ર૮ સુધી,
૯-૩૪ થી ૧૦-૪૧ સુધી,
૧ર-પ૩ થી ૧૬-૧ર સુધી
૧૭-૧૮ થી ૧૮-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
સગાઇ લગ્ન બાબત ઘણી વખત ઉંમ્ર વર્ષ રપ પછી યોગ બને છે તો કયારેક ર૮ વર્ષ પણ થઇ જાય તેનું કારણ એ હોય છે કે જો જન્મ લગ્નથી બીજા સ્થાનમાં રાહુ હોય તો મોડા લગ્ન યોગ બને છે જો સાતમેષ પ્રથમ સ્થાનમાં હોય તો વહેલા લગ્ન યોગ બની શકે છે. અહી શનિની સ્થિતિને ખાસ જોવી કારણ કે સગાઇ લગ્ન બાબત જો શનિ સાતમાં સ્થાનમાં હોય તો કયારેક વહેલા લગ્નના યોગ બને છે સામાન્ય જાતકારો એવુ માને છે કે શનિ-મંગળ હોય તો સગાઇ લગ્નમાં મોડુ થાય છે. તેવું નથી હોતું મંગળવાળી કુંડલી મતલબ કે સાતમે આઠમે મંગળ હોવા છતાં પણ ઉંમર વર્ષ ર૧ થી રપ માં લગ્ન થાય છે. મંગળ પહેલા લગ્નના યોગ પણ બનાવે છે.