Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ર૧-૧૧-ર૦રર સોમવાર
કારતક વદ-૧ર
ઓમ પ્રદોષ
વજ મૂશળ યોગ
સૂર્યોદયથી ર૪-૧૪ સુધી
સૂર્યોદય ૭-૦૩ સૂર્યાસ્‍ત ૬-૦૧
જૈન નવકારશી ૭-પ૧
ચંદ્ર રાશિ કન્‍યા (પ.ઠ.ણ.)
૧ર-ર૮ થી તુલા (ર. ત.)
નક્ષત્ર-ચિત્રા
રાહુ કાળ ૮-ર૬ થી ૯-૪૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૧ થી ૧ર-પપ સુધી ૭-૦૪ થી અમૃત ૮-ર૬ સુધી
૯-૪૮ થી શુભ ૧૧-૧૦ સુધી,
૧૩-પપ થી ચલ-લાભ-અમૃત-ચલ ૧૯-૩૯ સુધી રર-પપ થી
લાભ-ર૪-૩૩ સુધી
શુભ હોરા
૭-૦૪ થી ૭-પ૯ સુધી ૮-પ૪ થી
૯-૪૮ સુધી ૧૧-૩૮ થી ૧૪-રર સુધી ૧પ-૧૭ થી ૧૬-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
જીવનમાં સફળતા નિષ્‍ફળતા મળતી હોય તે સ્‍વભાવિક કારણ છે. અહીં જન્‍મના ગ્રહો અને તમારી મહેનત બનેની જરૂર રહે છે. નિષ્‍ફળતામાંથી ઘણુ બધુ શીખવાની જરૂર રહે છે. સફળતા જરૂર મળશે તેવું વિચારો અને તમારી કાર્ય શકિતને યોગ્‍ય દીશામાં ઉપયોગમાં લ્‍યો પ્રકૃતિ અને કાર્યશૈલી બદલવાની જરૂર છે કે કેમ ? તે બાબતનું માર્ગદર્શન લેવુ અને અંધ શ્રધ્‍ધા નહી પણ કર્મવાદમાં માનવની પ્રગતિ થાય છે. જન્‍મના ગ્રહોમાં પાંચમા સ્‍થાનના માલિક અને ધન સ્‍થાનના માલિક ની સ્‍થિતિ ઉપરથી નસીબદાર વ્‍યકિત છે કે કેમ ? તે બાબત જાણી શકાય છે રોજ મા-બાપના આર્શિવાદ લેવા (ક્રમશ)