Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.રર-૧૧-ર૦ર૦ રવિવાર
કારતક સુદ-૮,ભારતીય માસારંભ, દુર્ગાષ્ટમી-પંચક, અઠાઇ પ્રારંભ-જૈન
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કુંભ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૪,
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૭-પ૧
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ઘનિષ્ઠા
દિવસ-૧૦-૧૭ પછી શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૧થી અભિજીત-૧ર-પપ સુધી, ૮-ર૭થી ચલ-લાભ-અમૃત ૧ર-૩૩ સુધી, ૧૩-પપ થી શુભ-૧પ-૧૭ સુધી, ૧૮-૦૧ થી શુભ-અમૃત-ચલ-રર-પપ સુધી
શુભ હોરા
૭-પ૯થી ૧૦-૪૪ સુધી, ૧૧-૩૮થી ૧ર-૩૩ સુધી, ૧૪-રર થી ૧૭-૦૬ સુધી, ૧૮-૦૧ થી ૧૯-૦૬ સુધી
બ્રહ્માંડના સીતારા
જયોતિષ શાસ્ત્રએ ખૂબજ ઉપયોગી શાસ્ત્ર છે અને આધ્યાત્મિકતા પણ જીવનમાં ખૂબજ જરૂરી છે પણ આધ્યાત્મિકતા માટે કયાંય બહાર જવાની જરૂર નથી. આ બધું દરેક વ્યકિતની અંદર હોય છે જરૂર છે . ફકત તે તરફ ધ્યાન દેવાની દરેક વ્યકિતની અંદર ઇશ્વર સમાયેલ હોય છે પણ લાલચ અને પ્રકૃતિને લઇને સ્વાર્થવૃતિને લઇને આ બધુ જ આપણી અંદર હોવા છતાં આપણો બહાર ગોતીએ છીએ અને જેને લઇને કયારેક ખોટા ગુરૂની સાથે સંત્સંગ થઇ જાય છે. સંત પુરૂષોને જાણવા માટે પણ સ્વાર્થ વગર બુદ્ધિનો ઉપયોગ કરવો જોઇએ. સંત પુરૂષોની સાદગીને અપનાવવી જોઇએ કોઇ ઝાંકમઝાળવા ન ફસાઇ જવાય તેનું ધ્યાન રાખવું. આ જન્મના કર્મોને સુધારવા રોજ શકય હોય તેટલુ દાન કરવુ-ખોટા કાર્યોથી દૂર રહેવું કોઇને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું ઇષ્ટદેવની પૂજા કરવી.