Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.રપ-૬-ર૦ર૧ શુક્રવાર
જેઠ વદ-૧
ગુરૂ હર ગોવિંદસિંહ જયંતિ
રાજયોગ ર૧-૦૦ થી ર૮-ર૬
જવાળા મુખી યોગ ૬-૪૦ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-ધન
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૬,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી- ૬-પ૪
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ઘ.ઢ.)
નક્ષત્ર મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૩ થી અભિજીત-૧૩-૧૬ સુધી ૬-૦૬ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૯ સુધી, ૧ર-પ૦ થી શુભ-૧૪-૩૦ સુધી, ૧૭-પર થી -ચલ-૧૯-૩૩ સુધી, રર-૧૧ થી -લાભ-ર૩-૩૧ સુધી
શુભ હોરા
૬-૦૬ થી ૯-ર૮ સુધી, ૧૦-૩પ થી ૧૧-૪ર સુધી, ૧૩-પ૭ થી ૧૭-૧૯ સુધી, ૧૮-ર૬ થી ૧૯-૩૩ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ જીવનમાં ફકત પૈસા પાછળ દોડતી હોય છે. જન્મકુંડલીમાં ગુરૂ કે રાહુની સ્થિતિ આઠમા સ્થાનમાં હોય કે બારમા સ્થાનમાં હોય અને શનિ કેન્દ્રમાં હોય તો મનમાં કદાપી શાંતિ નથી રહેતી આવા ગ્રહો વાળી વ્યકિતઓ બારથી અઢાર કલાક કામ કરે છે. સતત ટેન્શનમાં નોકરી કરે છે. પગાર સારો હોય છે પણ સતત ટેન્શનમાં રહે છે. આવા લોકોને પછી આઠ કલાકની નોકરી નથી ગમતી કારણ કે તેમાં પગાર ઓછો મળે છે. પણ શાંતિ ખુબ જ હોય છે અહિં ગ્રહોની સ્થિતિ પૈસા ભેગા કરાવી શકે છે પણ ઘરમાં અશાંતિ રહે છે ગૃહસ્થ જીવન પણ માણતા નથી. આવા લોકોને બ્લડ પ્રેસર જેવી તકલીફો રહે છે. પૈસા પાછળ દોડવાને બદલે તંદુરસ્તી પાછળ દોડવુ જોઇએ - દાન પુન કરવુ સૂર્ય નમસ્કાર કરવા.