Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૨૬-૧-ર૦ર૩ ગુરૂવાર
મહાસુદ પ
વસંત પંચમી
સરસ્‍વતી પૂજન -શ્રી પૂજન
પ્રજાસત્તાક-ગણતંત્ર દિન
પંચક
રવિયોગ
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મીન
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૨૯
સૂર્યાસ્‍ત-૬-૨૯
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તર ભાદ્રપદ
રાહુ કાળઃ
૧૪-ર૨ થી ૧પ-૪૫ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૭ થી ૧૩-૨૨ સુધી ૭-૨૯ થી શુભ ૮-૫૧ સુધી ૧૧-૩૭ ચલ લાભ અમૃત ૧પ-૪૫ સુધી ૧૭-૦૭ થી શુભ-અમૃત-ચલ ર૧-૪૫ સુધી
શુભ હોરા
૭-૨૯ થી ૮-૨૪ સુધી,
૧૦-૧૪ થી ૧ર-પ૯ સુધી,
૧૩-૫૫ થી ૧૪-૫૦ સુધી
૧૬-૪૦ થી ૧૯-૩૫ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે વસંત પંચમીનો પવિત્ર દિવસ છે. અને સાથે સાથે પ્રજાસત્તાક દિવસ પણ છે. જેથી યાદગાર દિવસ આજે ગુજરાત સહિતના રાજયોમાં લગ્ન માટે ઉત્તમ દિવસ રહે છે. મા સરસ્‍વતીની આરાધના-પૂજા માટે પણ સારો ઉત્તમ દિવસ છે. આજના દિવસે જન્‍મેલ બાળક પણ ખૂબ જ નસીબદાર રહેશે ગજ કેસરી યોગ બને છે. શનિ પણ પોતાની રાશિમાં છે. જેથી રાજયોગ પણ બને છે. આજના દિવસે નોટ-બુક ચોપડી, અભ્‍યાસ માટેની વસ્‍તુની દાન કરવું ઉચ્‍ચ અભ્‍યાસ માટે આજથી શરૂઆત કરવાથી સારૂ પરિણામ મળશે વાંચન પ્રત્‍યે રૂચી કેળવવી અંધ શ્રધ્‍ધામાં ન પડવું રોજ શકિત પ્રમાણે ચેરીટી કરવી સૂર્ય નમસ્‍કાર કરવા, ગાયત્રી મંત્ર બોલવો, મા સરસ્‍વતીના આશિર્વાદ લેવા.