Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૬-૯-ર૦ર૧ રવિવાર
ભાદરવા વદ-પ
છઠ્ઠનું શ્રાધ્ધ
કૃતિકા શ્રાધ્ધ
રવિયોગ ૧૪-૩૩ થી પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃષભ
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૭,
સૂર્યાસ્ત- ૬-૩૯,
જૈન નવકારશી- ૭-રપ
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ)
નક્ષત્ર- કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૮ થી ચલ-લાભ-અમૃત ૧ર-૩૮ સુધી ૧૪-૦૮ થી શુભ-૧પ-૩૮ સુધી
૧૮-૩૮ થી શુભ-અમૃત-ચલ
ર૩-૦૮ સુધી
શુભ હોરા
૭-૩૮ થી ૧૦-૩૮ સુધી, ૧૧-૩૮ થી ૧ર-૩૮ સુધી, ૧૪-૩૮ થી ૧૭-૩૮ સુધી, ૧૮-૩૮ થી ૧૯-૩૮ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વ્યકિતઓ પોતાના જીવનનો કિંમતી સમય વ્યય કરતા હોય છે પોતાને પણ ખબર નથી હોતી કે જીવનનો આ સમય કદાપી પાછો નથી આવવાનો તો શા માટે સમયને બરબાદ કરવો ગ્રહોની દૃષ્ટિએ જન્મકુંડલીમાં જો સૂર્ય શનિ કે પછી ચંદ્ર રાહુની સ્થિતિ એક જ રાશિમાં હોય આવી વ્યકિત સતત સમયનો વ્યય કરે છે. કોઇ એકને એક વાત રીપીટ કરે છે કે પછી મોબાઇલના મેસેજ કે વ્યર્થ ઉપયોગ કરીને જીવનનો કિંમતી સમય બરબાદ કરે છે. આવી વ્યકિતઓએ મોટીવેશન ગ્રહો ઉપરથી કરવુ જોઇએ તો જરૂરથી આ બધી આદ તો થી છૂટી શકાય છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા રાત્રે મોડે સુધી મોબાઇલનો ઉપયોગ ન કરવો મોબાઇલને વ્યસન ન બનાવો તેનો યોગ્ય ઉપયોગ કરો વડીલોની સાથે બેસો તેમની સલાહ લેવી. દાન પુન કરો.