Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૭-૧૧-ર૦ર૧ શનિવાર
કારતક વદ-૮
કાલ ભૈરવ જયંતિ
કાલાષ્ટમી
વૈધુતિ ૭-૩૬થી ૩૦-૩૭
દીઘયોગ ૩૦-૦૧ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-સિંહ
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૭-૦૮
સૂર્યાસ્ત-૬-૦૦,
જૈન નવકારશી- ૭-પ૬
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૩ થી અભિજીત ૧ર-પ૬ સુધી ૮-૩૦ થી શુભ ૯-પ૧ સુધી ૧ર-૩૪ થી ચલ-લાભ-અમૃત ૧૬-૩૯ સુધી ૧૮-૦૧ થી લાભ ૧૯-૩૯ સુધી ર૧-૧૮ થી શુભ-અમૃત- ર૪-૩પ સુધી
શુભ હોરા
૮-૦૩ થી ૮-પ૭ સુધી ૧૦-૪૬ થી ૧૩-ર૯ સુધી ૧૪-ર૩ થી ૧પ-૧૮ સુધી, ૧૭-૦૬ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
આજે કાલ ભૈરવ જયંતિ છે. કાલ ભૈરવની ઉંપાસના ખુબ જ લાભદાયક છે. શુધ્ધ વિચારો પૂર્વક સારા ઇરાદાથી જો ઉંપાસના કરવામાં આવે તો જરૂરથી કાલભૈરવના આર્શિવાદથી સફળતા મળે છે. તેઓ કદાપી ખોટુ નથી કરતા અથવા ખોટુ નથી કરી શકતા શ્રી કાલભૈરવ ભગવાન શંકર અંશ છે. એમ પણ કહી શકાશે કે રૂદ્ર છે કાલભૈરવ એ મહાદેવનું રૂદ્ર સ્વરૂપ છે. કાળનો મતલબ કાલ એટલે સમય જે લોકો સમયને ધ્યાનમાં લઇને જીવે છે તેઓ જરૂરથી સફળતા મેળવે કારતક વદ-૮ ના દિવસે કાલભૈરવની જન્મ જયંતિ મનાય છે. દરેક વદ આઠમનું ખુબ જ મહત્વ હોય છે. ઘણા લોકો પોતે કાલ ભૈરવના ઉંપાસક છે. તેવુ કહેતા હોય છે. જેઓ ઉંપાસક હોય છે. તેઓ કદાપી કાંઇ બોલતા નથી.