Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૮-૮-ર૦ર૦,શુક્રવાર
ભાદરવા સુદ-૧૦, મુંડીયા સ્વામી જયંતિ, ભદ્રા-ર૦-૩પથી, રવિયોગ-૧ર-૩૬ સુધી,
સૂર્ય-સિંહ
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૯
સૂર્યાસ્ત-૭-૦૭
જૈન નવકારશી-૭-૧૭
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
૧ર-૩૭થી પૂર્વાષાઢ,
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-ર૩થી ૧૩-૧૩
૬-૩૦થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૩ સુધી ૧ર-૪૮થી શુભ-૧૪-રર સુધી, ૧૭-૩૧થી ચલ-૧૯-૦૬ સુધી, ર૧-પ૭ થી લાભ-ર૩-રર સુધી
શુભ હોરા
૬-૩૦થી ૯-૩૯ સુધી, ૧૦-૪ર થી ૧૧-૧ર સુધી, ૧૩-પ૧ થી ૧૬-પ૯ સુધી, ૧૮-૦૩ થી ૧૯-૦૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં કયારેક કોઇ સમય એવો હોય કે એવા પ્રશ્નો ઉભા થતાં હોય ત્યારે મગજ કામ કરતો બંધ જતો હોય છે. આ સમય જીવનનો ખૂબજ કપરો કહી શકાય. જયારે આપણું મન આપણો મગજ શૂન્ય થઇ જાય છે. ડાયા માણસો તો ઠીક પણ ખરેખર મૂર્ખ લોકો પણ સલાહ દેવા માડે છે. અહીં કેવા ગ્રહો હોય તો આવી તકલીફો ઉભી થાય છે જો જન્મકુંડલીમાં ચંદ્રને રાહુનું કનેકશન મલે અથવા તો રાહુની મહાદશામાં ચંદ્રનું અંતર હોય અથવા જન્મનો સૂર્ય જો શનિ કે રાહુના કનેકશનમાં હોય તો પણ જીવનમાં સમસ્યાઓનો સામનો રહે છે આવા કપરા સમયમાં ધીરજ રાખવી અને ઇશ્વરનું સ્મરણ કરવું.