Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૮-૧૧-ર૦ર૧ રવિવાર
કારતક વદ-૯
ઉદિત લગ્ન - વૃશ્ચિક
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-સિંહ
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૦૯
સૂર્યાસ્ત- ૬-૦૦,
જૈન નવકારશી- ૭-પ૭
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
ર૮-૦૩ થી કન્યા (પ.ઠ.ણ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૩ થી અભિજિત ૧ર-પ૭ સુધી ૮-૩૦ થી ચલ-લાભ-અમૃત ૧ર-૩પ સુધી ૧૩-પ૬ થી શુભ-૧પ-૧૮ સુધી ૧૮-૦૧ થી શુભ-અમૃત-ચલ રર-પ૭ સુધી
શુભ હોરા
૮-૦૩ થી ૧૦-૪૬ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૩પ સુધી, ૧૪-ર૩ થી ૧૭-૦૬ સુધી, ૧૮-૦૧ થી ૧૯-૦૬ સુધી
બ્રહ્માંડના સીતારા
દુનિયામાં દરેક મા-બાપ સંતાનોને ખુબ જ લાડકોડથી રાખતા હોય છે. છતાં પણ ઘણી વખત સંતાનો મા-બાપને પરેશાન કરતા હોય છે ઘરમાં અશાંતિનો માહોલ ઉભો થાય છે. મા-બાપની લાગણીઓનો ગેર ઉપયોગ કરે છે. અહીં મા-બાપ પોતે કયારેક વિચાર ભેદને લઇને માતા - પિતાના મતભેદોનો લાભ લેતા હોય છે. અને પછી તે સ્વરૂપ ઘરમાં અશાંતિ ઉભી કરે છે ત્યારે મા-બાપને સમજાય છે કે સંતાનોને પહેલેેથી કંટ્રોલમાં રાખવા જરૂર હતી પણ હવે મોડુ થઇ ગયુ છે. તેવી સમજ આવે છે જેથી સંતાનોને નાના હોય ત્યારથી જ વધુ પડતી છૂટછાટ ન દેવી જોઇએ અને તે બાળકોના ભલા માટે હોય છે. અહીં ગ્રહોની સાથે સાથે સમજદારી જરૂર છે. વડીલોએ આત્મ વિશ્વાસ કેળવવો અંધ-શ્રધ્ધામાં ન પડવું.