Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૯-૧-ર૦ર૩ રવિવાર
મહાસુદ-૮
મા ખોડિયાર જયંતિ
દુર્ગાષ્‍ટમી
રવિયોગ પ્રારંભ ર૦-ર૧ થી
૧ર-૧પ થી વૈધુતિ
મહાપાત ૧૭-૩૦ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મેષ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૨૮
સૂર્યાસ્‍ત- ૬-૩૧
જૈન નવકારશી- ૮-૧૬
ચંદ્ર રાશિ - મેષ (અ.લ.ઇ.)
ર૬-૪૭ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભાણી
રાહુ કાળ ૧૭-૧૨ થી ૧૮-૩૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૪૦ થી ૧૩-૨૪ સુધી ૮-૫૨ ચલ-લાભ-અમૃત
૧૩-૦૨ સુધી ૧૪-૨૬ થી શુભ
૧પ-૪૯ સુધી ૧૮-૩૬ થી
શુભ-અમૃત-ચલ-ર૩-૨૫ સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૧૧-૧૧ સુધી ૧૨-૦૭ થી ૧૩-૦૨ સુધી ૧૪-૫૩ થી ૧૭-૪૦ સુધી, ૧૮-૩૬ થી ૧૯-૪૦ સુધી
બ્રહ્માંડના સીતારા
વ્‍યકિતએ પોતાની મૌલિકતાનો ઉપયોગ કરવો જોઇએ જન્‍મના ગ્રહોમાં જો સૂર્યની સ્‍થિતિ સારી હોય તો વ્‍યકિતના વિચારો મૌલીક હોય છે. સૂયૂની સ્‍થિતિ અનુકુળ ન હોય તો બીજાના વિચારો અથવા લેખો બાબત થોડા ફેરફારો કરીને પોતાના નામે લખે છે. વિદેશની કે દેશની ફિલ્‍મો વિદેશીઓ થોડા ફેરફારો કરીને બનાવે છે ઘણી વખત જયોતિષના લેખો પણ થોડા ફેરફારો કરીને રજૂ કરવામાં આવે છે. આમા ખાસ આગાહીઓ ઉપર જયોતિષને કેટલુ નોર્લઝ છે. તેની ખબર પડે છે. તો ઘણા લોકો જયોતિષની જૂની આગાહીઓમાં ફેરફારો કરીને લખે છે. અહીં જન્‍મના શનિ અને રાહુને ધ્‍યાનમાં લેવા જોઇએ રોજ સૂર્ય નમસ્‍કાર કરવા અને પોતાના અંદર રહેલી મૌલિકતાને જાગૃત કરવી જરૂર સફળતા મળી શકે છે.