Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૯-પ-ર૦રર રવિવાર
વૈશાખ વદ-૧૪
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત- ૭-ર૩,
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
૧૧-૧૮ થી વૃક્ષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૧૭-૪૪ થી ૧૯-રપ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૮થી ૧૩-૧૧સુધી
૭-૪૪ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૪ સુધી ૧૪-ર૩ થી શુભ-૧૬-૦૪ સુધી ૧૯-રપ થી શુભ-અમૃત-ચલ
ર૩-ર૪ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૧૦-૩૧ સુધી, ૧૧-૩૮ થી ૧ર-૪૯ સુધી, ૧૪-પ૮ થી ૧૮-૧૮ સુધી, ૧૯-રપ થી ર૦-૧૮ સુધી
બ્રહ્માંડના સીતારા
આજકાલ યુવક-યુવતીઓ પૈસાની દોડમાં જોવા મળે છે. અને મહેનત વગર પૈસા કમાવા કેમ કમાવા જેને લઇને તમની શકિતઓનો ગેર ઉપયોગ થાય છે. તો ઘણા લોકો ખૂબ જ ઇમાનદારી પૂર્વક મહેનત કરે છે તો પણ આવકનું પ્રમાણ વધારી શકતા નથી તો ઘણા લોકો આસ્‍થા ધરાવતા લોકોને મૂર્ખ બનાવીને ગ્રહોનો આશરો લઇને લુટે છે તો કોઇ ભગવાન-માતાજીના નામે લૂટે છે. અને જીવનમાં ખુબ જ આરામથી ખૂબ જ સારા પૈસા કમાઇ લ્‍યે છે. આમા અંધ શ્રધ્‍ધામાં આસ્‍થા ધરાવતી વ્‍યકિતઓ છેતરાય છે. ધર્મ એટલે શું તેનું જ્ઞાન નથી હોતું ઘણા લોકો તો દેણુ કરીને કર્જ કરીને જયોતિષ પાછળ કે કોઇ વિધિ પાછળ ખર્ચ કરે છે અને પછી તો સમય કેવો પસાર થાય છે. કર્જમાંથી મુકિત નથી મળતી.