Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૯-૮-ર૦ર૦,શનિવાર
ભાદરવા સુદ-૧૧, પરિવર્તિની એકાદશી (દહી-કમળ કાકડી), વામન જયંતિ, ભદ્રા-૮-૧૮ સુધી
સૂર્ય-સિંહ
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૦
સૂર્યાસ્ત-૭-૦૬
જૈન નવકારશી-૭-૧૮
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
૧૯-૧૪ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રર થી ૧૩-૧૩ અભિજીત નક્ષત્ર
૬-૦૪ થી શુભ-૯-૩૯ સુધી, ૧ર-૪૮થી ચલ-લાભ-અમૃત-૧૭-૩૧ સુધી, ૧ ૯-૦પ થી લાભ-ર૦-૩૧ સુધી, ર૧-પ૬ થી શુભ-અમૃત-ચલ-ર૬-૩૧ સુધી,
શુભ હોરા
૭-૩૩ થી ૮-૩૬ સુધી,
૧૦-૪ર થી ૧૩-પ૦ સુધી,
૧૪-પ૩ થી ૧પ-પ૬ સુધી,
૧૮-૦રથી ર૦-પ૯ સુધી
બ્રહ્માંડના સિતારા
સગાઇ વખતે ખાસ યુવક-યુવતિના બંનેના જન્માક્ષર મેળવવામાં આવે છે અને બંનેના ગ્રહો મળતા હોય છે પણ એકજ સરખા ગ્રહો હોવા છતાં મેં મારા ચાલીશ વર્ષના અનુભવો ઉપરથી જોયેલ છે કે દરેક વ્યકિતને અલગ અલગ ગ્રહોની અસર હોય છે અને તેમાં તેના પરિવારના સભ્યો અને મા-બાપ પણ જવાબદાર હોય છે. સંતાનોની સગાઇ કે લગ્ન તોડવામાં કયારેક ઘરની વ્યકિતનો હાથ હોય છે. હોંશીયાર વ્યકિત જો ઘરમાં આવી જાય તો મા-બાપને અથવા પરિવારના સભ્યોને ગમતું નથી હોતું જેને લઇને ઘરમાં અશાંતિ ઉભી કરવામાં આવે છે અને લગ્ન જીવનને અસર કરે છે.