Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૯-૯-ર૦ર૧ બુધવાર
ભાદરવા વદ-૮
આઠમનું શ્રાધ્ધ
કાલાષ્ટમી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મિથુન
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૮,
સૂર્યાસ્ત-૬-૩૬
જૈન નવકારશી- ૭-ર૬
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર- આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૯ થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦૭ થી શુભ ૧ર-૩૭ સુધી, ૧પ-૩૬ થી ચલ-લાભ-૧૮-૩પ સુધી, ર૦-૦૬ થી શુભ-અમૃત-ચલ
ર૪-૩૭ સુધી
શુભ હોરા
૬-૩૯ થી ૮-૩૮ સુધી,
૯-૩૮ થી ૧૦-૩૮ સુધી,
૧ર-૩૭ થી ૧પ-૩૬ સુધી
૧૬-૩૬ થી ૧૭-૩પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જો બધા જ ગ્રહો એક જ લાઇનમાં હોય તો આવી વ્યકિત ખુબ જ નસીબદાર હોય છે અને ઓછી મહેનતે સારો લાભ મેળવે છે. જન્મ કુંડલીમાં જો ચોથા સ્થાન અને દશમા સ્થાનની વચ્ચે બધા જ ગ્રહો આવેલા હોય તો રાજકારણમાં ખુબ જ સારી સફળતા મેળવે છે. અહીં જો આ ગ્રહોની સાથે સાથે જો પરિવર્તન યોગ થતો હોય તો આવી વ્યકિતને પરિવારના વડીલો તરફથી પણ મિલ્કત વિલ વારસાનો યોગ બને છે જો ચંદ્ર મંગળનો પરિવર્તન યોગ થતો હોય તો વિદેશ સાથેના ધંધામાં લાભ બતાવે છે જો છઠ્ઠા સ્થાનના ગ્રહોની સાથે કનેકશન મતલબ કે દૃષ્ટિ હોય તો ધંધો કરવાને બદલે નોકરીમાં લાભ બતાવે છે. અહીં મહાદશા કંઇ ચાલે છે તેના ઉપર નિર્ણયો લેવા અંધ શ્રધ્ધામાં ન પડવું.