Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૩૦-જુલાઇ - ર૦ર૧ શુક્રવાર
અષાઢ વદ-૭
પંચક ૧૪-૦૩ સુધી
ભદ્રા ૧૬-૪પ સુધી
અમૃત સિધ્ધિ યોગ,
સૂર્યોદયથી ૧૪-૦૩
રવિયોગ ૧૪-૦૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મીન
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૧૯,
સૂર્યાસ્ત-૭-ર૭
જૈન નવકારશી- ૭-૦૭
ચંદ્ર રાશિ-મીન (દ. ચ. ઝ. થ.)
૧૪-૦૩ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર - અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ થી અભિજીત ૧૩-૧૯ સુધી
૬-૧૯ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧પ સુધી, ૧ર-પ૩ થી શુભ-૧૪-૩ર સુધી, ૧૭-૪૯ થી ચલ ૧૯-ર૭ સુધી રર-૧૦ થી લાભ
ર૩-૩ર સુધી
શુભ હોરા
૬-૧૯ થી ૯-૩૬ સુધી, ૧૦-૪ર થી ૧૧-૪૮ સુધી, ૧૩-પ૯ થી ૧૭-૧૬ સુધી, ૧૮-રર થી ૧૯-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
અહીં યુવક - યુવતિઓની સગાઇ બાબત મનમાં ખોટા વહેમ નાણા ખચ્ચીને લેતા હોય છે. મનમાં વહેમ ઘુસી જાય છે. અથવા ઘુસાડવવા આવે છે જેમ કે મંગળ છે તો શું કરવું મેરેજ થશે કે કેમ મંગળને લઇને હેરાન ગતી થશે તેવું માનતા હોય છે. પણ ખરેખર એવુ કશું જ નથી હોતું. શું મંગળ ભારે છે કે હલકો છે આવી નકામી વાતોને લઇને મગજની મેમરીને બગાડવામાં આવે છે મારા પચાસ વર્ષોથી પણ વધારેના અનુભવોએ મે જોયુ છે કે મંગળ જીવનમાં સફળતા અપાવે છે. તમારી અંદર રહેલી શકિતઓનો તમો કંઇ અને ઉપયોગ કરો છો તેના ઉપર કેવી સફળતા મળે કે પ્રગતિ થાય તેનો આધાર રહેલો હોય છે.