Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩૦-૮-ર૦ર૦,રવિવાર
ભાદરવા સુદ-૧ર,પ્રદોષ, શ્રવણી બારસ, સૂર્ય પૂ.ફા. નક્ષત્રમાં પ્રવેશ, વાહન દેડકો-વરસાદનો યોગ, રવિયોગ -૧૩-પરથી
૧પ-૦૭, તાજીયા-મોહરમ
સૂર્ય-સિંહ
ચંદ્ર-મકર
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૦
સૂર્યાસ્ત-૭-૦પ
જૈન નવકારશી-૭-૧૮
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રરથીઅભિજીત ૧૩-૧ર સુધી
૮-૦૪થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૭ સુધી, ૧૪-ર૧ થી શુભ-૧પ-પ૬ સુધી, ૧૯-૦૪ થી શુભ-અમૃત-ચલ-ર૩-રર સુધી,
શુભ હોરા
૭-૩૩ થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૪ થી ૧ર-૪૭ સુધી, ૧૪-પ૩ થી ૧૮-૦૧ સુધી ૧૯-૦૪ થી ર૦-૦૧ સુધી
બ્રહ્માંડના સિતારા
લગ્નજીવન એ જીવનનો મહતવનો નિર્ણય હોય છે. ગ્રહોની સાથે સાથે વ્યકિતના અંગત નજીકના સભ્યો ખૂબજ મહત્વકાંક્ષા વાળા અને સ્વાર્થી હોય છે. હવે જો જન્મનો ચંદ્ર અને રાહુ બારમા સ્થાનમાં હોય કે આઠમા સ્થાનમાં કે છઠ્ઠા સ્થાનમાં હોય તો આવી વ્યકિત ખૂબજ સ્વાર્થી હોય છે અને સાથે સાથે વાણી વર્તન પણ ખરાબ હોય છે. જો જન્મનો શનિ બળવાન હોય તો આવી વ્યકિત ખૂબજ હોંશિયાર પણ હોય છે તેની વાતચીત કરવાની કળા ખૂબજ સારી હોય છે આવી વ્યકિત સારા કલાકાર બની શકે છે, પણ સમય જતા આ વ્યકિત સ્વાર્થી હોય છે તેવું પણ નક્કી થાય છે.