Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૩૦-૯-ર૧ ગુરૂવાર
ભાદરવા વદ-૯
નોમનું શ્રાધ્ધ
સૌભાગ્ય વતીનું શ્રાધ્ધ
ગુરૂ પુષ્પામૃત સિધ્ધિ યોગ
રપ-૩૩ થી
સિધ્ધિયોગ સૂર્યોદયથી
રપ-૩૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મિથુન
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૯,
સૂર્યાસ્ત-૬-૩પ
જૈન નવકારશી- ૭-ર૭
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
૧૯-૦૬થી કર્ક (ઙ હ.)
નક્ષત્ર- પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૯ થી શુભ ૮-૦૮ સુધી
૧૧-૦૭ ચલ-લાભ-અમૃત-
૧પ-૩પ સુધી, ૧૭-૦પ થી
શુભ-અમૃત-ચલ ર૧-૩૬ સુધી
શુભ હોરા
૬-૩૯ થી ૭-૩૯ સુધી, ૯-૩૮ થી ૧ર-૩૭ સુધી, ૧૩-૩૬ થી ૧૪-૩૬ સુધી, ૧૬-૩પ થી ૧૯-૩પ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત સગાઇ લગ્ન બાબત યુવકના ગ્રહો જોતા એવુ બનતુ હોય છે કે પોતાના કરતા મોટી ઉંમરની યુવતિ સાથે લગ્ન થાય છે. તો કયારેક યુવતીના ગ્રહોમાં એવુ હોય છે કે પોતાના કરતા નાની ઉંમરના યુવક સાથે લગ્ન થાય છે અને લગ્ન જીવન સારૂ ચાલે છે પણ કયારેક આવી બાંધછોડ કરેલ હોવા છતાં પણ લગ્ન જીવન નથી ચાલતુ કયારેક યુવકના પરિવારના સભ્યો નાણાની ચમક જોઇને દીકરી લ્યે છે અથવા દીકરી આપે છે. અહીં આ મેરેજ ન ચાલવા પાછળનું કારણ જન્મના ગ્રહોની સાથે સાથે બને વ્યકતી વચ્ચે મન મેળ અથવા એક બીજા પ્રત્યે ની લાગણી નથી રહેતી હોતી અને જેને લઇને પરિવારના સભ્યો પણ બને વચ્ચે ગેર સમજો ઉભી કરે છે જેને લઇને લગ્ન જીવન તનાવ પૂર્ણ રહે છે. એસ્ટ્રો મોટીવેશન - સમજદારી કેળવવી.