Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજકોટમાં ગ્રહોના નંગ નિવારણની વિધિ વિધાનના નામે લોકોને છેતરતા સરદારજીની પોલ ખોલતું વિજ્ઞાન જાથા

પ્રથમ વિઝિટના 1000 વસૂલતો : ઢોંગી પીડિત ઉપર ત્રાટક વિદ્યા અજમાવી બેહોશ હાલતમાં વ્યક્તિ પાસે રહેલ સોનુ કે કીમતી વસ્તુઓ સરળતાથી મેળવી લેતો

રાજકોટઃ રાજકોટમાં ગ્રહના નંગ નિવારણની વિધિ વિધાનના નામે લોકોને છેતરતા એક સરદારજીનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે એક પંજાબી છેતરપિંડી કરી રહ્યો હોવાની વિગત વિજ્ઞાન જાથાને મળી હતી ત્યારે રાજકોટમાં અનમોલ પાર્ક આજીડેમ ચોકડી મસ્જિદ પાસે આવેલા ઈમરાન ભાઈનું મકાન ભાડે રાખી મજબુર લોકોને છેતરતો હોવાની હકીકત વિજ્ઞાનજાથાને મળી હતી તો સાથે જ ઢોંગી પ્રથમ વિઝીટનો ચાર્જ 1000 રૂપિયા વસૂલ તો પછી સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ જોઈ મોટી રકમ પણ આવતો હતો વિધિ વખતે પીડિતને સામે રાખી અન્ય પરિવાર કે મિત્રોને દૂર રાખતો હતો. બહાર 2 સરદારજી ગતિવિધી ઉપર નજર રાખતા હતા. ઢોંગી પીડિત ઉપર ત્રાટક વિદ્યા અજમાવી બેહોશ હાલતમાં વ્યક્તિ પાસે રહેલ સોનુ કે કીમતી વસ્તુઓ સરળતાથી મેળવી લેતો હતો. વિધાન કરેલું પીડિતને બે-ત્રણ દિવસ માથાના દુખાવાનો અનુભવ પણ રહેતો હતો.

  એક ધંધાદારી વ્યક્તિ ભોગ બનતાં તેને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મિત્ર અને સમગ્ર હકીકતની જાણ કરી હતી. પોલીસ કર્મીએ બનાવટી હકીકતના આધારે ઢોંગી ની મુલાકાત કરી 25 હજાર પૈકી 1700 રૂપિયા આપ્યા હતા જ્યારે કે બાકીની માટે ૧૦ દિવસનો સમય આપ્યો હતો. પોલીસ કર્મીને પોતાને આઈ.પી.એસ આઈ.એ.એસ જેવા ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતા ઓળખે છે તેના લેટરપેડ બતાવી પ્રભાવ પાડતો હતો

. રાજકોટના પોલીસ કર્મીએ વિજ્ઞાનજાથા સમક્ષ સમગ્ર હકીકતની જાણ કરી ઢોંગી 3 સરદારજી વધુ લોકોને છેતરે નહીં તે માટે તેમનો પર્દાફાસ કરવાની રજૂઆત કરી હતી. સરદારજી રસાયણો પદાર્થ રાખે છે તેવી આશંકા પણ દર્શાવી હતી ત્રણ સરદારજી હોય જેના કારણે સલામતી રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું વિધિ વિધાન રંગે હાથે પકડવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. વેપારીને તકલીફ હોય તેની વિધિ માટે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જાથાના ચેરમેન જયંત પંડ્યાએ મનસુખ મૂર્તિકારને બનાવટી વેપારી બનાવી રાજકોટ બાપુનગર બેમાં કારખાનાની ઓફિસમાં તૈયાર રાખ્યો હતો. ત્યારે મનસુખ મૂર્તિકાર એ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું છે કે સુરજીતસિંહ ૨૩૦૦૦ રૂપિયાનો ચાર્જ જણાવી તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા લીધા છે. તો સાથે જ તેની ઉપર ત્રાટક વિદ્યા ધોનીને કાળભૈરવ દેખાય છે કે નહીં તેઓ હિપ્નોટાઈઝનો પ્રયોગ પણ કર્યો હતો ત્યારે માથા પાસે તમામ આધાર પુરાવા આવી જતા તેને રંગેહાથ ખુલ્લો પાડવાનું નક્કી કર્યું હતું

  ત્યારબાદ  સુરજીતસિંહ ને પોલીસવાનમાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે પોતે કરેલ છેતરપિંડીની કબૂલાત આપી હતી તો સાથે જ ભોગ બનનારના તમામ રૂપિયા પરત આપી માફી પણ માંગી હતી સરદારજીની બેગ માંથી ૫૦૦થી વધુ જુદા જુદા નંગ પત્રો તેમજ પંજાબના આશ્રમના ફંડફાળાની પહોંચ 17 વગેરે મળી આવ્યા હતા

સરદારજીએ પોતાના કબૂલાતનામામાં જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી તે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા મથકે મકાન ભાડે રાખી ગ્રહોના નંગ નો વેપાર સાથે સમસ્યાના નિવારણ ની વિધિ કરું છું ત્યારે આજ પછી કદી પણ હું ધાર્મિક છેતરપિંડી કરીશ નહીં તેમજ ગુજરાત છોડી દેવાની બાહેંધરી પણ આપું છું.

(11:45 pm IST)