Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં કોળી સમાજને ૧૦ ટીકીટો આપોઃ ઉચ્‍ચ હોદાની પણ માંગ

પાટીદારો બાદ ચુવાળિયા કોળી સમાજની ચિંતન શિબિર : સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના આગેવાનોની હાજરીઃ કોળી સમાજનો માત્ર રાજકીય ઉપયોગ થયો

રાજકોટ : ગુજરાતભરમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા કોર્પોરેશન અને નગરપાલિકા સહિતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્‍યારે જેતપુરમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છના ચુવાળિયા કોળી સમાજની એક ચિંતન શિબીર અને મહાસંમલેન યોજાયું હતું. જેમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના કોળી સમાજના રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.

 આ સમયે ચુવાળિયા કોળી સમાજને તમામ રાજકીય પક્ષો દ્વારા જે રાજકીય રીતે અન્‍યાય થઈ રહ્યો છે. તે બાબતે ચિંતન કરવામાં આવ્‍યું હતું. તેમજ જે રાજકીય પક્ષ ચુવાળિયા કોળી સમાજના હિતને ધ્‍યાને રાખશે તેની સાથે જ સમાજ હાથ મેળવશે. રાજકીય પક્ષોએ કોળી સમાજનો માત્ર રાજકીય રીતે જ ઉપયોગ કરેલો છે.

 રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી મામલે કોળી સમાજે ભાજપના અગ્રણીઓ પાસે ટિકિટની માગણી કરી છે. ભાજપ ચૂંટણીમાં ૧૦ ટિકિટ કોળી સમાજને આપે તેવી માગ થઈ રહી છે. સાથે આ સમાજના મેયર અને ડે.મેયર જેવા પદ પર પ્રતિનિધિત્‍વ થાય તેવી પણ માગ થઈ રહી છે.

(11:02 am IST)