Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોર્પોરેશન ચૂંટણીઃ આજથી તા. ૬ સુધી ફોર્મ ભરી શકાશે

વોર્ડ નં. ૧ થી ૧૮ માટે કુલ ૬ આર.ઓ.: તંત્ર સાબદુઃ ૭ર બેઠકોઃ ૧૦ લાખ ૬૮ હજારથી વધુ મતદારોમતદાન મથકોમાં વધારોઃ નવ વધ્યા હવે ૯૮રને બદલે ૧૯૯૧ મતદાન મથકો

રાજકોટ તા. ૧ :.. રાજકોટ મહાનગર પાલીકાની ૧૮ વોર્ડની ૭ર બેઠકોની સામાન્ય ચૂંટણી માટેના શ્રીગણેશ આજથી શરૂ થઇ ગયા છે. આજથી તા. ૬ સુધી ફોર્મ ભરી શકાશે. ૮ મીએ ચકાસણી થશે, ૯ મીએ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, અને મતદાન તા. ર૧ ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં કુલ ૧૦ લાખ ૬૮ હજારથી  વધુ મતદારો પોતાના  મતાધીકારનો ઉપયોગ કરશે.

વોર્ડ નં. ૧ થી ૧૮ માટે કુલ ૬ રીર્ટનીંગ ઓફીસરો જાહેર થયા છે., આ વખતે મતદાન મથક દીઠ ૧ર૦૦ ને બદલે ૧૪૦૦ મતદારો રાખવાનું ફાઇનલ થયું છે, તે ઉપરાંત વિધાનસભાની મતદાર યાદી ફાઇનલ થતા જુદા જુદા વોર્ડના થઇને કુલ ૯ મતદાન મથકોનો વધારો થયો છે, પહેલા ૯૮ર મતદાન મથકો હતા હવે ૯૯૧ મતદાન મથકો ઉપર મતદાન થશે.

(11:11 am IST)