Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રમતાં-રમતાં આફત નોતરી...ચુલામાં ડિઝલ નાંખી ભડકો કરતાં બે ટાબરીયા દાઝયા

થાનગઢના સોનગઢના ૩ વર્ષના અંકિત અને ૮ વર્ષના અશ્વિનને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨: બાળકો રમત રમતમાં ઘણીવખત મુશ્કેલીઓને નોતરી બેસતાં હોય છે. થાનગઢના સોનગઢમાં રહેતાં બે ટાબરીયાએ રમતાં-રમતાં ચુલામાં ભડકો કરતાં દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સોનગઢ બેડ વિસ્તારમાં જેરામભાઇ ધમાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં રાયધનભાઇ રંગપરાના દિકરા અંકિત (ઉ.વ.૩) અને અશ્વિન (ઉ.વ.૮) બપોર બાદ વાડીમાં રમતાં હોઇ બીજા લોકો આગળ કામ કરતાં હોઇ બંને ટાબરીયાએ થોડુ ડિઝલ ડબલામાં પડ્યું હોઇ તે ચુલામાં નાંખી ભડકો કરતાં દાઝી જતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.

(11:12 am IST)