Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજકોટમાં ચાર દિ'નાં વિરામ બાદ કોરોનાએ માથું ઉંચકયુઃ આજે ૨ મોતઃ નવા ૧૩ કેસ

શહેર-જીલ્લમાં કોરોનાની સારવાર દરમિયાન ગુરૂવારથી ગઇકાલ સુધી એક પણ મૃત્યુ થયું ન હતુઃ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ૨૫૮૦ પૈકી ૨૪૦૮ બેડ ખાલી

રાજકોટ, તા.૧:  વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં સતત ચાર દિવસ એક પણ મૃત્યુ નહિં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ફરી કોરોનાએ માથુ ઉંચકતા છેલ્લા ચોવીસ કલાકમાં બે મૃત્યુ નોંધાયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૩ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલ તા.૩૧ જાન્યુઆરીનાં સવારે ૮ વાગ્યાથી તા.૧ ફેબ્રુઆરીને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૨ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૦૮ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

જીલ્લામાં આજે નવા ૬ સહિત કુલ ૪૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૧૩ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૩ નવા કેસ સાથે કુલ ૧૫ૅ,૨૭૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે અને તે પૈકી ૧૪,૮૬૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૭.૪૧ ટકા રિકવરી રેટ થયો

 ગઇકાલે કુલ ૫૧૬ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૩૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૭૮ ટકા થયો છે. જયારે ૪૦ દર્દીઓને સાજા થયા છે.

જયારે આજ દિન સુધીમાં ૫,૭૦,૩૯૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૮૬૬  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૮ ટકા થયો છે.

(3:52 pm IST)