Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઇન્ડોર સ્ટેડીયમ ધમધમ્યુ : બે દિવસીય બેડમિન્ટન સ્પર્ઘા સંપન્ન

રાજકોટ : મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત ઇન્ડોર સ્ટેડીયમમાં ઓપન રાજકોટ બેડમિન્ટન સ્પર્ધા યોજાતા ૨૦૦ સ્પર્ધક ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલના હસ્તે સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, ઉદ્યોગપતિ વિક્રમભાઇ જૈન, જયેશભાઇ વસા, જયદેવસિંહ જાડેજા, એ. સી. રાઠોડ, દેવેન્દ્રભાઇ જોશી, હિતેશભાઇ દેસાઇ, વી. પી. વૈષ્ણવ, અમિતભાઇ પંડયા, દીપેનભાઇ ડોડીયા, મનોજભાઇ દવે, રાજદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ જયેશભાઇ વસાએ અને સમગ્ર સંચાલન જયદીપસિંહ જાડેજાએ કરેલ. કોચ તરીકે સુરેશભાઇ સવાસડીયા, હારૂનભાઇ સુમરા, જયદીપસિંહ સરવૈયા, પ્રશાંતભાઇ ખાલપડા, રાજભાઇ કોઠારી, સમીરભાઇ ભીંડોરાએ સેવા આપેલ. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા પ્રફુલભાઇ સંઘાણી, જયદપસિંહ જાડેજા, કૌશિકભાઇ સોલંકી, સુભાષભાઇ પોપટ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આગામી ૬ અને ૭ ફેબ્રુઆરીના ઓપન કેટેગરીમાં ભાઇઓ અને બહેનો માટે સિંગલ ડબલ અને મિકસ ડબલ્સ ઓપન રાજકોટ બેડમિન્ટન સ્પર્ધા થશે.

(2:57 pm IST)