Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

'તુ કોણ મને દંડ આપવા વાળી'? કહી મહિલા એએસઆઇ સાથે કોન્ટ્રાકટર રવિ રીબડીયાની ધમાલઃ ધરપકડ

રાત્રી કર્ફફુ દરમીયાન મહિલા કોલેજ અન્ડરબ્રીજ પાસે ત્રણ સવારી, માસ્ક વગર નીકળ્યોને માથે પી સીન કરતા મોંઘુ પડયુ

રાજકોટ, તા.૧: મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે રાત્રે ત્રીપલ સવારી નીકળેલા બાઇક સવારે મહિલા એ.એસ.આઇને 'તુ કોણ મને દંડ આપવાવાળી, હું દંડ નહી ભરૂ તમારે જે થાય તે કરી લેજો કહી કોન્ટ્રાકટરે ધમાલ મચાવી ઝઘડો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એ ડીવીઝન પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. ટી.ડી.ચુડાસમા, એ.એસ.આઇ. એસ.ડી.પાદરીયા, હેડ કોન્સ ક્રિપાલસિંહ, કોન્સ પ્રજ્ઞેશભાઇ, દિવ્યરાજસ્િંહ સહિત રાત્રે મહિલા કોલેજ અંડરબ્રીજ ચોક પાસે કર્ફયુની અમલવારી સંદર્ભે વાહન ચેકીંગમાં હતા ત્યારે કિશાનપરા ચોક તરફથી આવતા જીજે.૧૧બીજી-૭૬૮૮ નંબરના બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા શખ્સોને રોકયા હતા. બાઇક સવારે મોઢે માસ્ક પહેરેલ ન હોય જેથી એ.એસ.આઇ. એસ.ડી. પાદરીયાએ તેને માસ્કનો દંડ ભરી દેવા જણાવતા બાઇક ચાલકે એકદમ ઉશ્કેરાઇને ઝપાઝપી કરી કહેલ કે, 'તુ કોણ મને દંડ આપવાવાળી, તેમ ઉગ્ર અવાજે બોલાચાલી કરી' હું દંડ નહી ભરૂ તમારે જે થાય તે કરી લેજો, તેમ કહી પોતાને અને સ્ટાફને ગાળો આપતા પોલીસે બાઇક ચાલકને પકડી તેનું  નામ પૂછતા તેણે પોતાનું નામ રવી પ્રવીણભાઇ રીબડીયા (ઉ.વ.૩૦) (રહે.મવડી ચોકડી પાસે બાપાસીતારામ ચોક બિલિપત્ર એપાર્ટમેન્ટ બ્લોક નં.બી/૨૦૩) પોતે કોન્ટ્રાકટર હોવાનું જણાવ્યુ હતું. તેની સાથે તેની પત્નિ હીમાની અને સાળો ભૌમીક હરેશભાઇ ગાંધી હોવાનું જણાવ્યુ હતું. બાદ પોલીસે બાઇક સવાર રવી રીબડીયા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યુ હતું.

(3:00 pm IST)