Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજકોટ મોઢ વણિક મહાજન દ્વારા નિર્માણ પામનાર આધુનિક સંકુલનું શિલાન્યાસઃ ઇ-ડીરેકટરી મોબાઇલ એપ્લીકેશન લોન્ચ

રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતની ૧૪૩ વર્ષ જુની અને પ્રતિષ્ઠિત સંસ્થા પૈકીની રાજકોટ મોઢવણીક મહાજન દ્વારા હાથીખાના જેવા ગીચ વિસ્તારમાં આવેલ જ્ઞાતિની વાડીનું સ્થળાંતર કરવાના ટ્રસ્ટી મંડળના નિર્ણય અનુસાર રાજકોટના અતિવિકસીત અને પોશ કહી શકાય તેવા કાલાવાડ રોડ સ્થિત ન્યારી ડેમ મેઇન રોડ પર મહાજન દ્વારા આશરે ૩૫૦૦ ચો.વા. જગ્યાની ખરીદી કરવામાં આવેલ અને ત્યાં સમગ્ર ભારતનું સર્વપ્રથમ આધુનીક ભવ્ય મલ્ટીપર્પઝ સંકુલનું નિર્માણ કરવામાં આવનાર હોય જેની શિલાન્યાસ વિધિ સંપન્ન થઇ હતી.

 આ તકે શિલાન્યાસ સમારોહનાં અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય મોઢવણિક મહામંડળ તથા મોઢમહોદયનાં પ્રમુખ શ્રી હર્ષદભાઈ શાહ, ઝંડુ ફાર્મસીનાં ચેરમેન શ્રી ધમેન્દ્રભાઈ પારેખ, શિક્ષણવિદ શ્રી ડી.વી. મહેતા, બિલ્ડર શ્રી કિરીટભાઈ પટેલ તથા મોઢમહોદયનાં મંત્રીશ્રી દિપકભાઈ ધોળકીયા ઉપસ્થિત રહયા હતા.

તદઉપરાંત રાજકોટ મોઢવણિક મહાજન ધ્વારા મોઢવણિક જ્ઞાતિમાં સમગ્ર ભારતમાં સર્વપ્રથમ ઈ-ડીરેકટરી મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવેલ જેમાં મોબાઈલ પર આંગળીના ટેરવે રાજકોટમાં વસતા મોઢવણિક જ્ઞાતિજનોનાં નામ, સરનામા, મોબાઈલ નંબર, બ્લડગ્રુપ સહીતની માહીતી મળી રહેશે.

 રાજકોટ મોઢવણિક મહાજનમાં ૪૮ વર્ષ સુધી ટ્રસ્ટી તરીકે જેઓએ દિર્ધકાલીન સેવાઓ પ્રદાન કરી છે તેવા શ્રી સુમનભાઈ ગાંધીનું રાજકોટની મોઢવણિક જ્ઞાતી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.    સંસ્થા ધ્વારા નિર્માણ થનાર આ ભવ્ય તથા આધુનીક મલ્ટીપર્પઝ સંકુલ વર્ષ ૨૦ર૨ નાં અંત સુધીમાં પુર્ણ કરવાનો નિર્ધાર છે તેમ રાજકોટ મોઢવણીક મહાજનનાં પ્રમુખ ભાગ્યેશ વોરા તથા મેને.ટ્રસ્ટી કિરેન છાપીયા દ્વારા જણાવવામાં આવેલ હતું. કાર્યક્રમનું સંચાલન સહમંત્રી કેતન પારેખ, સ્વાગત ઉપપ્રમુખ સુનીલ વોરા તથા સંસ્થાની કાલ-આજ અને આવતીકાલનું રસાળ શૈલીમાં વર્ણન સંસ્થાનાં પ્રમુખ ભાગ્યેશ વોરાએ અને અંતમાં આભારવિધિ મેને.ટ્રસ્ટી કિરેન છાપીયા દ્વારા કરાયેલ હતી.

 આ ઐતિહાસીક અવસરને સફળ બનાવવા રાજકોટ મોઢવણિક મહાજનનાં પ્રમુખ ભાગ્વેશ વોરા, મેને. ટ્રસ્ટી કિરેન છાપીયા, ઉપપ્રમુખ સુનીલ વોરા, મંત્રી અશ્વીન વડોદરીયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નીતીન વોરા, ટ્રસ્ટીઓ સર્વશ્રી સુમનભાઈ ગાંધી, જગદીશ વડોદરીયા, સંજય મણીયાર, ઈલેશ પારેખ તેમજ કમીટી સદસ્યો આશીષ વોરા, સાવન ભાડલીયા, ડો. કમલેશ પારેખ, જયેન્દ્ર મહેતા, મુકેશ પારેખ, સંજય મહેતા, સુનીલ બખાઈ, રાજદીપ શાહ, પ્રશાંત ગાંગડીયા, હિરેન પારેખ, અશ્વીન પટેલ, કેતન મેસ્વાણી, શ્રેયાંસ મહેતા, જીજ્ઞેશ મેસ્વાણી, ચિંતન વોરા સહિતનાંઓએ જહેમત ઉઠાવી હતી.

(3:02 pm IST)