Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાષ્ટ્રીય શાળા સંગીત મહાવિદ્યાલયના વિદ્યાર્થી કૃષ્ણકુમાર જાદવ રાજયભરમાં પ્રથમ

રાજકોટઃ ગુજરાત રાજય રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા 'કલામહાકુંભ' ઉત્સવ અંતર્ગત પાલીતાણા મુકામે યોજાયેલ શાસ્ત્રીય તબલા- વાદન (૬ થી ૧૪) વર્ષના વયની જુથમાં સંગીત મહાવિદ્યાલયનો વિદ્યાર્થી કૃષ્ણકુમાર સિંહજી જાદવ સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ૯૦ વર્ષથી કાર્યરત સંગીત મહાવિદ્યાલયનું તથા સમગ્ર રાજકોટ જીલ્લાને પણ ગૌરવ પ્રદાન કરાવ્યું છે. તેમના ગુરૂશ્રી  ભાર્ગવ જાની અન્ય ગુરૂજનોને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જીતુભાઇ ભટ્ટે અભિનંદન પાઠવ્યા હતા.

 સંસ્થા દ્વારા સંચાલીત સંગીત વિદ્યાલયમાંથી તાલીમ લઇને ઘણા કલાકારો સંગીતવિદ્યા પ્રાપ્ત કરીને દેશ-વિદેશમાં પોતાની કલા પાથરી રહયા છે. ૫ વર્ષથી માંડીને ૬૦ વર્ષના ભાઇઓ-બહેનો ગાયન-વાદન, તબલા કથ્થકનૃત્ય અને ભરતનાટયમની તાલીમ લઇ રહયા છે. ફોન-(૦૨૮૧) ૨૪૬૬૦૭૬

(3:02 pm IST)