Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

લીંબડામાં ઉગ્યો પીપળો

રાજકોટ : કુદરતની ગતિ ન્યારી છે. તેની પ્રતિતિ કયાંકને કયાંક થતી રહે છે. નિર્મલા સ્કુલ સામે, પારસ સોસાયટી હોલ સામે, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર શેરી નં. ૧ અ ખાતે આવેલ ઁકારેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ઘટાટોપ લીંબડાનું વૃક્ષ આવેલ છે. હવે આશ્ચર્યની વાત એ છે કે આ લીંબડાના જ થડમાંથી પીપળાનો કુમળો છોડ ઉછરી રહ્યો છે. પીપળાના પાન પણ લીલા તાજા અને મોટા હોય સારી રીતે વિકાસ થઇ રહ્યાનું મહાદેવના અનન્ય સેવક હેમેનભાઇ ભટ્ટે જણાવેલ છે.

(3:03 pm IST)