Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોંગ્રેસમાં મોટાભાગના રિપીટ ? ભાજપનો ફેંસલો કાલે પાર્લામેન્‍ટરી બોર્ડમાં

મ.ન.પા ચૂંટણીમાં કોણ કપાશે? કોણ લડશે? રાજકોટ ભાજપ-કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્તેજના : કોંગ્રસમાં ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠીયા, મનસુખભાઇ કાલરીયા, અતુલ રાજાણી, વિજય વાંક, સંજય અજુડીયા, દીલીપ આસવાણી, ઘનશ્‍યામસિંહ જાડેજા(વોર્ડ નં.૧૭), પારૂલબેન ડેર તથા ભાજપમાં પુષ્‍કર પટેલ, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, જયમીન ઠાકર, મનીષ રાડીયા, નીતિન રામાણી, રાજુભાઈ અઘેરા, જાગૃતિબેન ધાડીયા, દેવુબેન જાદવ, સજુબેન રબારી, અંજનાબેન મોરજરીયા, પ્રીતીબેન પનારા, કિરણબેન સોરઠિયા, જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા સહિતનાં કોર્પોરેટરોને ફરી ટિકિટની શકયતા

રાજકોટ, તા. ૧ :. મ.ન.પા.ની સામાન્‍ય ચૂંટણીના ઢોલ વાગી ચૂકયા છે ત્‍યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા શહેરના ૧૮ વોર્ડના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રદેશ ભાજપની આવતીકાલે મળનાર પાર્લામેન્‍ટરી બોર્ડમાં ઉમેદવાર પસંદગી થશે. જ્‍યારે કોંગ્રેસ દ્વારા આજ સાંજ સુધીમાં પ્રથમ યાદી જાહેર થવાની શકયતાઓ દર્શાય રહી છે.

પ્રદેશ નિરીક્ષકો સમક્ષ ભાજપના ૭૮૦થી વધુ તથા કોંગ્રેસના ૨૦૦થી વધુ કાર્યકરો, કોર્પોરેટરો અને જૂના જોગીઓ સહિતના આગેવાનોએ સેન્‍સ આપી હતી. ગત ટર્મના કયા કોર્પોરેટરની ટીકીટ કપાશે ? કોણ લડશે ? તેવી બન્ને પક્ષના કાર્યકરોમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે.

કોંગ્રસમાં ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠીયા, મનસુખભાઇ કાલરીયા, અતુલ રાજાણી, વિજય વાંક, સંજય અજુડીયા, દીલીપ આસવાણી, ઘનશ્‍યામસિંહ જાડેજા(વોર્ડ નં.૧૭), પારૂલબેન ડેર તથા ભાજપમાં પુષ્‍કર પટેલ, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, જયમીન ઠાકર, મનીષ રાડીયા, નીતિન રામાણી, રાજુભાઈ અઘેરા, જાગૃતિબેન ધાડીયા, દેવુબેન જાદવ, સજુબેન રબારી, અંજનાબેન મોરજરીયા, પ્રીતીબેન પનારા, કિરણબેન સોરઠિયા, જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, સહિતનાં કોર્પોરેટરોને ફરી ટિકિટની શકયતા છે.

બન્ને પક્ષો નવા ચહેરાને તક આપે તેવી સ્‍થિતિ પણ જોવાઈ રહી છે.

કોંગ્રેસની પ્રથમ યાદી સાંજ સુધીમાં

આગામી મહાનગર પાલીકાની ચુંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી આજે સાંજ સુધીમાં જાહેર થવાની શકયતાઓ દર્શાય રહી છે.

કોંગ્રેસનાં સુત્રોના જણાવ્‍યા મુજબ ગત સપ્તાહે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહીતના હોદેદારો પ્રદેશ નેતાઓને મળવા ગયા છે.

નોંધનીય છે કે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ ૩૦૦ થી વધુ કાર્યકરોએ સેન્‍સ આપી દાવેદારી નોંધાવી હતી.

હવે આ અપેક્ષીતોમાંથી વોર્ડ દિઠ ૧ થી ૩ નામોની પેનલો પસંદ કરી કોંગ્રેસની પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડ સમક્ષ રજુ કરાઈ હતી.

જેમાંથી ફાઇનલ ઉમેદવારોનું અડધુ લીસ્‍ટ આજે જાહેર થવાની શકયતા છે.

નોંધનીય છે કે કેટલાક વોર્ડમાં અનામત બેઠકો ફરતા કેટલાક પુર્વ કોર્પોરેટરોની ટીકીટ કપાશે અથવા વોર્ડમાં ફેરફારો થશે. આમ છતાં ૮૦ ટકા ગત ટર્મમાં કોર્પોરેટરોનાં નામો ફાઇનલ લીસ્‍ટમાં હોવાનું જાણવા મળે છે.

ભાજપની કાલે પાર્લામેન્‍ટરી બોર્ડ

મ.ન.પા.ની સામાન્‍ય ચૂંટણી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર છે ત્‍યારે ભાજપ દ્વારા શહેરના ૧૮ વોર્ડના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ગત સપ્તાહે અગાઉ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ શહેરના ૭૮૦થી વધુ કાર્યકરો, કોર્પોરેટરો અને આગેવાનોએ સેન્‍શ આપી હતી હવે આ તમામ દાવેદારોમાંથી ૭૨ ટકોરાબંધ ઉમેદવારો પસંદ કરવા માટે તા. ૨ને સોમવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના અધ્‍યક્ષ સ્‍થાને ગાંધીનગર ખાતે મળશે. જેમાં રાજ્‍યની ૬ મહાપાલિકાઓના ઉમેદવારો નક્કી થશે. 

રાજકોટ મ.ન.પા.ના ૧૮ વોર્ડના ઉમેદવારો માટે સવારે ૯.૩૦ વાગ્‍યે દરક વોર્ડ દીઠ ૪ પેનલો એટલે કે ૧૬ નામો રજૂ થશે. જેમાંથી વોર્ડ દીઠ ૪ ટકોરાબંધ ઉમેદવારો પાર્લામેન્‍ટરી બોર્ડમાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના સભ્‍યો નક્કી કરશે.

આ વોર્ડબેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પ્રદેશ મહામંત્રી બિનાબેન આચાર્ય (પૂર્વ મેયર), ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, તાળાભાઇ સાગઠીયા વગેરે ધારાસભ્‍યો, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને પ્રભારી મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા વગેરે રાજકોટ મ.ન.પા.ના અપેક્ષીત ઉમેદવારોના નામો રજૂ કરશે.

 

(3:30 pm IST)